નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં (Social Media) ફોટો મુકવો કોને પસંદ હોતું નથી? સોશિયલ મીડિયા પર લોકો કંઇક લખવાની જગ્યાએ ફોટો શેર કરવાનું વધારે પસંદ કરે છે. આ ઉપરાંત આ પણ સત્ય છે કે, સોશિયલ મીડિયામાં સૌથી વધારે લાઇક્સ ફોટા પર જ આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, ઘણી વખત સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ (Photo Upload) કરતા સમયે તમે જાણે અજાણે મોટી ભૂલ કરો છો. આ ભૂલના કારણે ઘણી વખત તમારે પસ્તાવવાનો વારો પણ આવે છે. જાણો કઈ છે તે ભૂલો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ફોટામાં
હમેશા આ વાતનું ધ્યાન રાખો કે અપલોડ થઈ રહેલા ફોટામાં તમારી સાથે કોણ છે. લોકો માત્ર તમારી ફોટો જ નહીં પરંતુ તમારા બેકગ્રાઉન્ડ અથવા તમારી પાસે ઉભેલા લોકો પર પણ નજર રાખે છે.


આ પણ વાંચો:- તમે ઘરેબેઠાં લાખો રૂપિયા કમાવવા માંગો છો? તો આ બાળક પાસેથી પ્રેરણા લો


તમારા રાઝ ખોલે છે ફોટો
ઘણી વખત લોકો તેમના ખાવા પીવાની વસ્તુના ફોટા અપલોડ કરતા હોય છે. સામાન્ય રીતે આ ફોટોથી કોઈ ખતરો નથી, પરંતુ આ ફોટો તમારી જીવનશૈલીના રાઝ ખોલે છે. ખાવાની ફોટોથી તમારા ડાયટિંગ વિશે જાણી શકાય છે. ખોરાકની બાજુમાં રાખવામાં આવેલી દારૂની બોટલ પણ તમારી સંગતની જાણકારી આપે છે.


આ પણ વાંચો:- 2021 ડિસેમ્બર સુધીમાં ગગનયાન મિશન શરૂ કરવાની યોજના, ડિજિટલ પેમેન્ટને મળશે પ્રોત્સાહન


લોકેશનની જાણકારી આપે છે ફોટો
ઘણી વખત તમે ઓફિસમાં કોઈ બહાનું બનાવી રજા લો છો, એવામાં તમારો ફોટો તમારા લોકેશન વિશે જણાવી શકે છે તેનું ખાસ ધ્યાન રાખો.


આ પણ વાંચો:- સસ્તા બજેટમાં હવે Realme લોંચ કરશે આ ધમાકેદાર ફોન


ડેટા શેરિંગનો ખતરો
તમામ સોશિયલ મીડિયા એપ્સ તમારા દરેક ફોટામાંથી EXIF Metadata કલેક્ટ કરે છે. એટલે કે, દરેક અપલોડ ફોટામાંથી તમારા લોકેશન અને ટાઇનની જાણખારી મળેવી શકાય છે. એપ્સ તેનો ખોટા ફાયદો ઉઠાવી શકે છે.


આ પણ વાંચો:- Varanasi માં તૈયાર થયું Smart Helmet, તેમાંથી નીકળેલી ગોળીઓ દુશ્મનોને ઉતારશે મોતને ઘાટ


તમારા પ્રાઈવેસી સેટિંગને કરો સ્ટ્રોંગ
તમે તમારા ફોટા અપલોડ કરતા સમયે ઘણો મહત્વના ડેટા શેર કરો છો. તમારા ફોનથી લઇને લોકેશન સુધી શેર થઈ જાય છે. તેથી સલાહ આપવામાં આવે છે કે, તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રાઈવેસી સેટિંગને જરૂર સ્ટ્રોંગ બનાવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube