WhatsApp પર કરી આ 5 ભૂલ તો એડમિન સીધો પહોંચી જશે જેલ
WhatsApp ગ્રુપના એડમિનની પાસે કેટલાક વિશેષાધિકાર અને જવાબદારી હોય છે. આ સ્થિતિમાં કોઈ ગ્રુપમાં ખોટું કામ કરે છે તો તેને રોકવાની સંપૂર્ણ જવાબદારી વોટ્સએપ ગ્રુપ એડમિનની હોય છે.
નવી દિલ્હીઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે WhatsApp નો ઉપયોગ કેટલો ખતરનાક હોઈ શકે છે. જો નહીં તો આજે અમે તમને તેની જાણકારી આપી રહ્યાં છીએ. જો તમે WhatsApp ગ્રુપ એડમિન છો તો આ સમાચાર ખાસ કરીને તમારા માટે છે. WhatsApp ગ્રપના એડમિનની પાસે કેટલાક વિશેષાધિકાર અને જવાબદારી હોય છે. જો આ સ્થિતિમાં કોઈ ગ્રુપ પર ખોટું કામ કરવામાં આવે છે તો તેને રોકવાની સંપૂર્ણ જવાબદારી WhatsApp ગ્રુપ એડમિનની હોય છે.
જો તમે કોઈ WhatsApp ગ્રુપના એડમિન છો તો તમને ગ્રુપમાં શેર કરાતા ફોટો, વીડિયો કે પછી કોન્ટેન્ટ વિશે ખ્યાલ હોવો જોઈએ. જો તમે તેમ ન કરો તો વોટ્સએપ ગ્રુપ કોઈ ખોટી ગતિવિધિમાં સામેલ હોય તો તમને જેલ થઈ શકે છે. આવો તમને જણાવીએ વોટ્સએપ ગ્રુપ એડમિને કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ
WhatsApp ગ્રુપમાં રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ શેર ન થવું જોઈએ. તેમ કરવા પર ગ્રુપ એડમિન અને કન્ટેન્ટ શેર કરનાર બંનેની ધરપકડ થઈ શકે છે. તેવામાં જેલ પણ થઈ શકે છે.
પર્સનલ ફોટો કે વીડિયો
જો કોઈ વ્યક્તિનો અંગત ફોટો તેની મરજી વગર ગ્રુપમાં મુકવામાં આવે અને ગ્રુપ એડમિન પણ તેને લઈ કંઈ કરતો નથી, તો તેવામાં કન્ટેન્ટ શેર કરનાર અને એડમિન જેલમાં પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ FIFA એ આપી મોટી રાહત, ભારતીય ફુટબોલ ફેડરેશન પરથી પ્રતિબંધ હટ્યો
હિંસા
જો વોટ્સએપ ગ્રુપમાં કોઈને ધમકી આપવામાં આવે તો જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. આ સિવાય કોઈ ધર્મ કે જાતિનું અપમાન કરવા પર પણ ગંભીર પરિણામ આવી શકે છે.
અશ્લીલતા
જો વોટ્સએપ ગ્રુપમાં કોઈ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ મોકલવામાં આવે છે અને ગ્રુપ એડમિન કોઈ કાર્યવાહી કરતો નથી તો તમને જેલમાં જતા કોઈ રોકી શકશે નહીં. કોઈ પ્રકારના અશ્લીલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવું કાયદાની વિરૂદ્ધ છે.
ફેક ન્યૂઝ
સરકાર પણ ફેક ન્યૂઝથી બચવાની સલાહ આપે છે અને ફેક ન્યૂઝ અને ફેક ઈન્ફોર્મેશન પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. થોડા સમય પહેલા એક નવો કાયદો બનાવવામાં આવ્યો છે કે જે વ્યક્તિ ફેક સમાચાર ફેલાવે છે તેણે જેલ જવું પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube