તમારો ફોન પણ પાણીમાં ભીનો થાય છે? વોટર ડેમેજથી બચાવવા માટે આટલું કરો, થઈ જશે ચાલું
જો તમે પણ અલગ અલગ સ્થળ પર જઈને મિત્રો અને પરિવારજનો સાથે તમારી તસવીરો લેવા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો થોડી સાવધાની રાખો. કારણ કે વોટરપ્રૂફ ફોન સિવાય કોઈ પણ કંપનીના કોઈપણ ફોનમાં વોરંટી આપતું નથી
નવી દિલ્હી: સ્માર્ટફોનના યુગમાં, ફોનથી હવે માત્ર વાત કરવાનું રહ્યું નથી. સ્માર્ટફોનમાં આપવામાં આવેલ કેમેરામાં ઉત્તમ ફોટોગ્રાફી અને વીડિયો રેકોર્ડિંગ છે. આ ફોટો વીડિયો રાખવાની સાથે લોકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સેલિબ્રેશનની તસવીરો પણ મૂકે છે. જો તમે પણ અલગ અલગ સ્થળ પર જઈને મિત્રો અને પરિવારજનો સાથે તમારી તસવીરો લેવા માટે ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો થોડી સાવધાની રાખો. કારણ કે વોટરપ્રૂફ ફોન સિવાય કોઈ પણ કંપનીના કોઈપણ ફોનમાં વોરંટી આપતું નથી. તેમ છતાં પણ જો તમારા ફોનમાં પાણી ઉતરી ગયું હોય તો અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા ફોનને નુકસાનથી ઘણી હદ સુધી બચાવી શકો છો.
તરત કરો સ્વિચ ઓફ
જો તમારા ફોનમાં પાણી આવી ગયું હોય અથવા તે ભીનો થઈ જાય, તો સૌથી પહેલા તેને તરત જ સ્વીચ ઓફ કરવાનું છે. તેના પાછળના કવર અને સ્ક્રીન ગાર્ડ અથવા પ્રોટેક્ટરને દૂર કરો. સ્વીચ ઓફ કી કંડીશનમાં જ ફોનને સૂકા કપડાથી સારી રીતે સાફ કરો. ફોનમાંથી SIM કાર્ડ અને મેમરી કાર્ડ ટ્રે દૂર કરો. આની સાથે, ફોનની અંદર સૂર્યપ્રકાશ અને હવા જવા માટે જગ્યા હશે, જેથી તેની અંદરનો ભેજ સુકાઈ જવાની શક્યતા વધુ રહેશે.
ધ્યાનમાં રાખો કે જ્યારે તમને ખબર પડે કે ફોનમાં પાણી ગયું છે, તો ફોનને હલાવો નહીં કારણ કે આનાથી ફોનના તે ભાગોમાં પાણી પહોંચી શકે છે જ્યાં તે ગયું નથી અને તેનાથી ફોનને વધુ નુકસાન થઈ શકે છે.
હવે ફોનને સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી, તેને વેક્યુમ બેગમાં મૂકો. આ માટે, કોઈપણ પ્લાસ્ટિકની થેલી લો જેમાં ઝિપ હોય. જો તમારી પાસે નથી, તો આ પાઉચ નજીકની મોબાઈલ અને એસેસરીઝની દુકાનમાં 10-20 રૂપિયામાં મળી રહેશે. હવે આ પાઉચમાં સ્ટ્રો (જ્યુસ વગેરે પીવા માટેની પાતળી પાઈપ) નાખો અને બધી હવા બહાર કાઢીને તેને બંધ કરો.
બીજો વિકલ્પ
એક જૂનો અને ખૂબ જ લોકપ્રિય વિકલ્પ એ છે કે ફોનને સૂકવીને તેને ચોખાના વાસણમાં ઓછામાં ઓછા 24-48 કલાક રાખો. જો આ કરવું મુશ્કેલ છે, તો ઓછામાં ઓછું એક રાત માટે ફોન રાખો. કહેવાય છે કે ચોખા ફોનની અંદર રહેલા ભેજને ચુસી લે છે. જો ભેજ ગાયબ થઈ જાય તો ફોન ચાલુ કર્યા પછી કોઈ સમસ્યા નહીં થાય.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ફોન ભીનો હોય ત્યારે ક્યારેય ચાર્જ કરવાનો પ્રયાસ ન કરો. આમ કરવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને તમારા ફોનને નુકસાન થઈ શકે છે. બીજું, ફોનને હેર ડ્રાયરથી સૂકવવાની ભૂલ બિલકુલ ન કરો. આના કારણે ફોનના આંતરિક ભાગો અને વાયરિંગને નુકસાન થવાનું જોખમ રહેલું છે, જે ફોનને સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube