નવી દિલ્હી: ટેલીકોમ ડિપાર્ટમેન્ટે પોતાના ટેક્નોલોજી એકમ ટેલીકોમ એંજીનિયરિંગ સેન્ટર (TEC) ને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને મશીન થી મશીન ટેક્નોલોજી (મશીન થી મશીન વચ્ચે સંદેશાનું આદાન-પ્રદાન-M2M) માટે માપદંડને 2 મહીનામાં અંતિમ રૂપ આપવા માટે કહ્યું છે, કારણ કે દુનિયા સાથે બરાબરી માટે દેશમાં ટૂંક સમયમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!


ટેલિકોમ વિભાગની ટેક્નોલોજી એકમ ટેલીકોમ એંજીનિયરિંગ સેંટર (TEC) 5G સેવાઓના ઉપકરણો માટે માપદંડોને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહી છે. દેશમાં મશીનો વચ્ચે સંવાદ શરૂ કરવાની રૂપરેખા મે 2015માં જાહેર કરવામાં આવી હતી પરંતુ તેના માટે માપદંડોને હજુ સુધી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. 


5G સેવાઓ માટે M2M ઉપકરણોની વ્યાપક સ્તર પર જરૂરિયાત પડશે. ટેલિકોમ મંત્રી મનોજ સિંહાએ ટેક્નિક રિપોર્ટ ‘M2M/IoT માટે સમર્થ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' ને જાહેર કરતી વખતે TEC ને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશની જરૂરિયાતોને અનુરૂપ માપદંડોને નક્કી કરે.