Good News! જલ્દી શરૂ થશે 5G સેવા, જાણો શું છે સરકારનો Plan
આ વર્ષની શરૂઆતથી લગભગ તમામ મોટી મોબાઈલ નિર્માતા કંપનીઓએ 5G ટેક્નોલોજીવાળા સ્માર્ટફોન (5G Smartphones) વેચવાનું શરૂ કર્યું છે. પરંતુ સમાન્ય ભારતીયોના દિમાગમાં માત્ર એક જ સવાલ ચાલી રહ્યો છે કે, દેશમાં 5G સેવાઓ ક્યારથી શરૂ થશે?
નવી દિલ્હી: આ વર્ષની શરૂઆતથી લગભગ તમામ મોટી મોબાઈલ નિર્માતા કંપનીઓએ 5G ટેક્નોલોજીવાળા સ્માર્ટફોન (5G Smartphones) વેચવાનું શરૂ કર્યું છે. પરંતુ સમાન્ય ભારતીયોના દિમાગમાં માત્ર એક જ સવાલ ચાલી રહ્યો છે કે, દેશમાં 5G સેવાઓ ક્યારથી શરૂ થશે? પરંતુ હવે સેવા શરૂ થવાને લઇને તમારે ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં જલ્દી 5G સેવાઓ માટે ફીલ્ડ ટ્રાયલ શરૂ થવાની છે. તેના માટે કેન્દ્ર સરકાર તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઇ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યૂનિકેશને આપી જાણકારી
5G સેવાને લઇને સંસદીય સમિતિ દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશને (DoT) જણાવ્યું હતું કે, દેશમાં 5G સેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટેક સાઇટ telecomtalk અનુસાર DoT એ જાણકારી આપી છે કે, આગામી 2-3 મહિનામાં 5G નું ટ્રાયલ (5G Field Trials) શરૂ થઈ જશે.
આ પણ વાંચો:- આ જાણીતી એપમાં આવ્યો વાયરસ, 1 કરોડથી વધુ યૂઝર્સ પ્રભાવિત, તમારા ફોનમાં હોય તો કરો ડિલીટ
સંસદીય સમિતિએ વ્યક્ત કરી નારાજગી
પ્રાપ્ત જાણકારી અનુસાર ટેલીકોમ માટે રચવામાં આવેલી સમિતિએ 5G સેવા શરૂ કરવાના મામલે DoT ના સુસ્ત વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. સમિતિએ DoT ને પૂછ્યું છે કે, આખરે 5G સેવા શરૂ કરવા અને તેને સ્પક્ટ્રમ આવન્ટનમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:- YouTube પર બાળકો માટેની આ છે ખાસ ચેનલો, જાણો એક ક્લિક પર
5G ટ્રાયલ માટે આવી 16 અરજી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં 5G ટેક્નોલોજી અને સેવાઓના ટ્રાયલ માટે 16 અરજી આવી છે. દેશના વિભિન્ન વિસ્તારમાં ટેલીકોમ કંપનીઓ ટૂંક સમયમાં ફિલ્ડ ટ્રાયલ કરશે.
આ પણ વાંચો:- શું WhatsApp નો ખેલ ખતમ, Modi સરકારે લોન્ચ કરી નવી મેસેજિંગ એપ
એરટેલ કર્યું 5G ટ્રાયલ
તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા ભારતીય એરટેલે 5G ટ્રાયલ કરી સૌ કોઇને ચોંકાવ્યા હતા. એરટેલનો દાવો છે કે તેમની ટેલીકોમ ટેક્નોલોજી 5G માટે અનુકૂળ છે. એક વખત સ્પેક્ટ્રમ આવન્ટિત થતા જ સમગ્ર દેશમાં 5G સેવા શરૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube