Whatsapp Status ડાઉનલોડ કરવા માગો છો? હવે થર્ડ પાર્ટી એપની જરૂર નથી, ફોલો કરો આ Steps
Whatsappનું સ્ટેટસ ફીચર બહું પ્રખ્યાત છે. આવું જ ફીચર Facebook અને Instagramમાં પણ ઉપલબ્ધ છે. Whatsapp યુઝર્સ કોઈ પણ ફોટો, વીડિયો અથવા ટેક્સ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે.
નવી દિલ્લીઃ Whatsappનું સ્ટેટસ ફીચર બહું પ્રખ્યાત છે. આવું જ ફીચર Facebook અને Instagramમાં પણ ઉપલબ્ધ છે. Whatsapp યુઝર્સ કોઈ પણ ફોટો, વીડિયો અથવા ટેક્સ્ટને પોતાના સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ સ્ટેટસ 24 કલાક સુધી સક્રિય રહે છે. જો કે કેટલાક લોકોના સ્ટેટસ એવા હોય છે કે તેને સ્ક્રિનશોટ લેવા પડે છે. પરંતુ જો વીડિયો હોય તો તેમાં સ્ક્રિનશોટ પાડી શકાતા નથી. સ્ટેટસમાંથી વીડિયો ડાઉનલોડ કરવા માટે અમે તમને સ્ટેપ્સ જણાવીશું.
ઘણીવાર આપણને આપણા કોઈ પણ મિત્રનું સ્ટેટસ બહું ગમે છે. પરંતુ આપણે તેને કહ્યાં વગર સેવ કરવા માંગીએ છીએ. ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકાય છે પરંતુ વીડિયોના કિસ્સામાં આ શક્ય નથી. Whatsappની સ્ટેટસને સેવ કરવા માટે ઘણી એપ્લિકેશન્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે કોઈ પણ થર્ડ પાર્ટી એપ વગર પણ તમે વ્હોટ્સેપ સ્ટેટસ સેવ કરી શકો છો. ભલે પછી કે ફોટો હોય કે વીડિયો. આની ખાસિયત એ છે કે તમે આ સ્ટેટસ સેવ કરી અન્ય લોકોને પણ મોકલી શકો છો. આ માટે તમારે એક સરળ ટ્રીકને ફોલો કરવી પડશે.
વ્હોટ્સેપ સ્ટેટસને સેવ કરવા માટે તમારે પહેલા તે સ્ટેટસને ઓપન કરવું પડશે. જો તે વીડિયો છે તો તેને ફુલ પ્લે કર્યા બાદ ફોનના ફાઈલ મેનેજરમાં સેવ થઈ જશે. મોટાભાગના ફોનમાં ફાઈલ મેનેજર ઈનબિલ્ટ આવે છે. જો તમારા ફોનમાં ફાઈલ મેનેજર નથી તો તેને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તમે ફાઈલ મેનેજર ઓપન કરો. ફાઈલ મેનેજરના સેટિંગમાં જાવ. અહીં તમને show hidden filesનું ઓપશન મળશે. તેને ઓન કરો.
ત્યારબાદ તમને એ ફાઈલ્સ જોવા મળશે જે બાય ડિફોલ્ટ હાઈડ રહે છે. હવે તમે ફાઈલ મેનેજરમાં ફોનના ઈન્ટરન્લ મેમરીમાં જાવ. અહીં તમને વ્હોટ્સેપનું ફોલડર જોવા મળશે. તેને ઓપન કરવા પર .Statuses ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરમાં તમામ વ્હોટ્સેપ સ્ટેટસ રહે છે. હવે જે સ્ટેટસ વીડિયો તમે સેવ કરવા માગો છો, તેને સિલેક્ટ કરી કોપી કરી લો. ત્યારબાદ તેને ઈન્ટર્નલ સ્ટોરેજમાં પેસ્ટ કરી દો. હવે આ ફાઈલ સ્ટેટસ હટાવી લીધા બાદ પણ તમારા ફોનમાં સેવ રહેશે. ફાઈલને રિનેમ કરીને આગળથી તમે ડોટ હટાવી શકો છો. આથી વીડિયો તમામ જગ્યાએ વિઝિબલ થઈ જશે.