ભારતીય વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરી મોટી સફળતા, હાઇપરસોનિક એરવ્હીકલ લોન્ચ
ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી મિસાઇલ પોગ્રામને નવી ઉંચાઇ પર પહોંચતા બુધવારે હાઇપરસોનિક ગતિ પ્રાપ્ત કરવા માટે ટેસ્ટ લોન્ચ કર્યું. આ હ આઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demonstrator Vehicle) ને ભવિષ્યમાં ના ફક્ત હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો બનાવવામાં ઉપયોગ થશે પરંતુ તેના દ્વારા ઓછા ખર્ચમાં સેટેલાઇટ લોન્ચિંગ પણ કરવામાં આવશે. ડીઆરડીઓએ આ વાતની જાણકારી આપી નથી કે લોન્ચિંગ સફળ રહ્યું કે નથી. ડીઆરડીઓએ એક પ્રેસ રિલીઝમાં ફક્ત તે જાણકારી આપવામાં આવી છે કે Technology Demonstrator Vehicle ને ઓડીસાના તટથી ડો. અબ્દુલ કલામ આઇલેંડ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરી દીધો.
નવી દિલ્હી: ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી મિસાઇલ પોગ્રામને નવી ઉંચાઇ પર પહોંચતા બુધવારે હાઇપરસોનિક ગતિ પ્રાપ્ત કરવા માટે ટેસ્ટ લોન્ચ કર્યું. આ હ આઇપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demonstrator Vehicle) ને ભવિષ્યમાં ના ફક્ત હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો બનાવવામાં ઉપયોગ થશે પરંતુ તેના દ્વારા ઓછા ખર્ચમાં સેટેલાઇટ લોન્ચિંગ પણ કરવામાં આવશે. ડીઆરડીઓએ આ વાતની જાણકારી આપી નથી કે લોન્ચિંગ સફળ રહ્યું કે નથી. ડીઆરડીઓએ એક પ્રેસ રિલીઝમાં ફક્ત તે જાણકારી આપવામાં આવી છે કે Technology Demonstrator Vehicle ને ઓડીસાના તટથી ડો. અબ્દુલ કલામ આઇલેંડ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરી દીધો.
Hypersonic Technology Demonstrator Vehicle અથવા એચએસટીડીવી પોગ્રામને પોતાના હાઇપરસોનિક મિસાઇલોના નિર્માણ માટે ડીઆરડીઓ ગત બે દાયકાથી આગળ વધી રહ્યું છે. તેમાં સ્કૈમજેટ (SCRAMJET) એન્જીનનો ઉપયોગ થાય છે જેની ગતિ 6 મેક સુધી પ્રાપ્ત કરી શકાય છે. ભારતે એન્જીનમાંથી એરફ્રેમને લગાવવાનું કામ 2004માં પુરૂ કામ કરી લીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર એક ટન વજનવાળી અને 18 ફૂટ લાંબા આ એરવ્હીકલને અગ્નિ 1 મિસાઇલ વડે લોન્ચ કરવામાં આવ્યું. તેને એસએસટીડીવીને એક ખાસ ઉંચાઇ સુધી પહોંચાડવાનું હતું ત્યારબાદ સ્ક્રૈમજેટ એન્જીન આપમેળે ચાલુ થાય અને તે વ્હીકલને 6 મૈકની ગતિ સુધી પહોંચાડી શકાય. અત્યારે એ સ્પષ્ટ થયું નથી કે લોન્ચ યોજનાબદ્ધ રીતે થઇ શક્યું નથી. આ સંબંધમાં ડીઆરડીઓએ કોઇ બીજી જાણકારી આપી નથી.
જોકે આ વાતનું વધુ મહત્વ નથી કે લોન્ચ સફળ થયું છે કે નહી, બુધવારે ભારતીય વૈજ્ઞાનિકોએ એક મીલનો પત્થર પાર કરી લીધો. રૂસ, અમેરિકા અને ચીન બાદ ફક્ત ભારત એવો દેશ છે જેણે આ ટેક્નિકને વિકસિત કરી છે. 9 જાન્યુઆરી 2014 ના રોજ અમેરિકી જાસૂસી ઉપગ્રહોને ચીનના કોઇ ફ્લાઇંગ ઓબ્જેક્ટને 5 મૈકથી 10 મૈકની ગતિથી 100 કિમી ઉપર ઉડતાં રિપોર્ટ કર્યો હતો. પછી ચીન સ્વિકાર કર્યો કે તેનો WU-14 એચએસટીડીવી હતો.
ભારતે રૂસના સહયોગથી સુપરસોનિક એટલે કે અવાજની ગતિથી ઝડપી ઉડનાર બ્રહ્મોસ મિસાઇલ બનાવવા અને તેને શાનદાર રીતે ઉપયોગ કરવામાં સફળ થઇ છે. તેની ગતિ 2.8 મૈક સુધી થઇ શકે છે. પરંતુ હવે આગામી પગલું બ્રહ્મોસ માર્ક 2નું નિર્માણ છે જેની ગતિ 7 મૈક સુધી થશે. ભવિષ્યમાં મિસાઇલોથી માંડીને નાગરિક ઉપયોગ માટે લોન્ચ વ્હીકલ બનાવવા માટે હાઇપરસોનિક ગતિ પ્રાપ્ત કરવાની દૌડ છે.