નવી દિલ્હીઃ જો તમે પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે વિચારી રહ્યાં છો અને પરેશાન છો? તો આજે અમે તમને કેટલાક નિયમોની જાણકારી આપી રહ્યાં છીએ. જેના વિશે જાણી તમે પણ ચોકી જશો. કારણ કે તમે તેની મદદથી  RTO ગયા વગર લાયસન્સ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લર્નિંગ લાયસન્સ
ડ્રાઈવિંગ લાયસન્સ હાસિલ કરતા પહેલા  RTO માં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે. ટેસ્ટ ક્લિયર કર્યા બાદ તમને ડ્રાઈવિંગ લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવે છે. આ કારણ છે કે તમારે તેના વિશે જાણી લેવું જોઈએ.


કઈ રીતે હાસિલ કરશો લર્નિંગ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ મેળવવું ખુબ સરળ હોય છે. કારણ કે તેમાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોતી નથી અને તમે ઘરે બેઠા ઓનલાઈન જઈ તેની અરજી કરી શકો છો. પરંતુ તે પહેલા તમારે એક ઓનલાઈન ટેસ્ટ જરૂર આપવાની હોય છે. 


આ પણ વાંચોઃ 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 3 કારના દીવાના છે લોકો, માઈલેજમાં પણ છે શાનદાર


શું હોય છે ટેસ્ટ
આ ટેસ્ટમાં તમને કેટલીક જરૂરી વસ્તુ પૂછવામાં આવે છે. જેમ કે તમને રોડના સામાન્ય નિયમો વિશે પૂછવામાં આવશે. સાથે ટ્રાફિક સિગ્નલની જાણકારી લેવામાં આવે છે. 


કેમ મળે છે લર્નિંગ લાયસન્સ
લર્નિંગ લાયસન્સ તે માટે જારી કરવામાં આવે છે કે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે તૈયાર થઈ જાય. આ દરમિયાન તમે તમારી ગાડી શીખી શકો છો અને તમારે ટ્રાફિક ચલણનો સામનો કરવો પડતો નથી. પરંતુ તમારી ગાડી પર  'L'લખાવવાનું હોય છે અને ત્યારબાદ તમે ગાડી ડ્રાઈવ કરી શકો છો.