How to Get Drone License: આજકાલ લગ્નમાં પણ ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવું ખૂબ જ સામાન્ય બની ગયું છે, લોકો ફોટોગ્રાફી માટે ડ્રોન કેમેરા અને હેન્ડલરને ભાડે રાખે છે અને પછી તેમના લગ્ન અથવા કોઈ ખાસ પ્રસંગનું શૂટિંગ કરાવે છે, પરંતુ તમને ખબર નહીં હોય કે કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાવી શકતી નથી. કેટલાક સુરક્ષા કારણોસર ગમે ત્યાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે, તમારી પાસે તેને ઉડાડવા માટેનું લાઇસન્સ હોવું જરૂરી છે. જો તમે લાયસન્સ વગર ડ્રોન કેમેરા ઉડાડતા જોવા મળે તો તમારે જેલ જવું પડી શકે છે. જો તમે આ ન ઇચ્છતા હોવ તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ડ્રોન કેમેરા ઉડાડવાનું લાયસન્સ કેવી રીતે મેળવી શકો છો, તે પણ મિનિટોમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ


જો તમે ડ્રોન કેમેરા માટે લાયસન્સ મેળવવા ઈચ્છો છો, તો આ માટે તમારે પહેલા DGCAની વેબસાઈટ પર જવું પડશે, વાસ્તવમાં અહીં જઈને તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પછી તમે સરળતાથી લાઈસન્સ માટે અરજી કરી શકો છો. અહીં ગયા પછી, તમારે એક એકાઉન્ટ બનાવવું પડશે, તે પછી તમારે તમારા ડ્રોન વિશેની માહિતી ભરવાની રહેશે જેમ કે - ડ્રોનનું વજન કેટલું છે અને તે કઈ શ્રેણીનો છે, તે પછી તમારે તમારી માહિતી અહીં ભરવાની રહેશે. જેવી તમે તમારી માહિતી ભરો છો, ત્યારપછી તમારી પાસેથી લાયસન્સ ચાર્જ માંગવામાં આવે છે.


અત્યાર સુધી તમારે ફક્ત ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર માટે લાયસન્સ જરૂરી હતું, જો કે, સુરક્ષા કારણોસર, ડ્રોન ઉડાવવા માટે પણ લાયસન્સ જરૂરી છે. જો તમે આ માટે લાયસન્સ મેળવવા માંગો છો, તો તમારી પાસેથી ન્યૂનતમ રકમ લેવામાં આવે છે. આ ન્યૂનતમ રકમ 100 રૂપિયા છે. આ રકમ ચૂકવ્યા પછી, તમને ડ્રોન લાઇસન્સ આપવામાં આવે છે.

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube