નવી દિલ્હીઃ  Reliance Jio ની JioPOS Lite એપ યૂઝર્સને નોકરીની સાથે-સાથે પૈસા કમાવાની તક આપે છે. તેને Jio Partner Programme હેઠળ રજૂ કરવામાં આવી છે. તેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા જિયો પોતાના યૂઝર્સને Jio પાર્ટનર બનવા અને અન્ય Jio ગ્રાહકો માટે પ્રીપેડ રિચાર્જ કરવા અને પૈસા કમાવાની મંજૂરી આપે છે. તેની રજીસ્ટ્રેશન પ્રોસેસ પણ ખુબ સરળ છે. તો આવો જાણીએ આ કમાણી કરાવતી એપ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે JioPOS લાઇટ
આ એક રિચાર્જ કરવાનું પ્લેટફોર્મ છે. તે MyJio એપ કે જિયો વેબસાઇટ જેવું છે. JioPOS Lite તમને એપના માધ્યમથી દરેક રિચાર્જ પર કમીસન કમાવવાની તક આપે છે. તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. તમારી પાસે માત્ર જિયો નંબર હોવો જોઈએ.


કેટલું મળશે કમિશન
આ એપ દ્વારા તમે રિચાર્જ કરો છો તો તમને દરેક રિચાર્જ પર 4.16 ટકા કમીશન મળે છે. ઉદાહરણ માટે જો તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરો છો તો તેના પર 41.6 રૂપિયાનું કમીશન મળશે. 


આ પણ વાંચોઃ હવે વોટ્સએપમાં પણ ઇન્સ્ટાગ્રામ જેવી ફિલિંગ આવશે, જાણો શું થયા છે નવા ફેરફાર


આ રીતે કરો કમાણી
તમારે સૌથી પહેલા Google Play Store માંથી Android માટે JioPOS Lite ડાઉનલોડ કરવી પડશે. 


એકવાર એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તેને જરૂરી મંજૂરી આપો. પછી જિયો પાર્ટનર બનવા માટે પોતાના જિયો નંબર અને ઈમેલ આઈડીથી લોગઇન કરો. 


રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થયા બાદ તમારે એપના વોલેટમાં 500 રૂપિયા, 1000 રૂપિયા અને 2000 રૂપિયા એડ કરવા પડશે. 


ત્યારબાદ તમે જેટલું પણ રિચાર્જ કરશો તેના પર તમને 4.16 ટકા કમીશન મળી જશે. 


આ એપમાં તમારી પાસે કોઈ બેન્ક ડિટેલ લેવામાં આવતી નથી તો તમારૂ કમીશન એપના વોલેટમાં જમા થઈ જશે. તમે તેનો ઉપયોગ બાકી રિચાર્જ માટે પણ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube