Electric Bike-Scooter Subsidy Reduced: અત્યારે ઈલેક્ટ્રીક વાહનો ખૂબ મોંઘા છે. જો કે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવામાં આવે છે. પરંતુ, સબસિડી હોવા છતાં, ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ICE (ઇન્ટરનલ કમ્બશન એન્જિન) વાળા વાહનો કરતા વધારે છે. હવે જો ટુ વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોની વાત કરીએ તો તેની કિંમતો વધુ વધવા જઈ રહી છે કારણ કે કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર પરની સબસીડીમાં ઘટાડો કર્યો છે. નવી ઘટાડેલી સબસિડી 1 જૂન, 2023થી લાગુ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે ઉદ્યોગ મંત્રાલયે (Heavy Industries Ministry) જાહેરાત કરી છે કે સબસિડીની રકમ હવે પ્રતિ કિલોવોટ 15,000 રૂપિયાને બદલે 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ હશે. સરકારે સબસિડીમાં પ્રતિ કિલોવોટ રૂ. 5000નો ઘટાડો કર્યો છે. આ 1લી જૂનથી અમલમાં આવશે. મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે ઘટાડેલી સબસિડી 1 જૂન પછી નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર લાગુ થશે. એટલે કે, જો કોઈ વ્યક્તિ આ મે મહિનામાં ઇલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર ખરીદે છે, તો તે કેટલાક પૈસા બચાવી શકશે.


જોજો પહેલી મુલાકાત ક્યાંક છેલ્લી ન બની જાય? First Date જતાં પહેલાં વાંચી લેજો
બ્રાંડેડ ફેસપેક ખૂબ વાપર્યા એકવાર ટ્રાય કરી જુઓ વાસી રોટલીનો ફેસપેક? ઘણા છે ફાયદા
આ ઘરોમાં માતા લક્ષ્મીનો રહેતો નથી વાસ, અન્નની રહે છે અછત, દુખી રહે છે પરિવાર


તેની શું અસર થશે?
સરકારના આ નિર્ણયની સીધી અસર તે લોકોના ખિસ્સા પર પડશે જેઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માંગે છે કારણ કે હવે તેમને ઓછી સબસિડી મળશે. ઓછી સબસિડી મળવાને કારણે તેમણે ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન માટે વધુ કિંમત ચૂકવવી પડશે. તેનાથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણ પર પણ અસર પડી શકે છે કારણ કે લોકો પહેલાથી જ ફરિયાદ કરી રહ્યા છે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મોંઘા છે.


Love rashifal: પ્રેમી પંખીડાઓ માટે ખાસ લવ રાશિફળ, ક્યાંક ઝઘડા થશે તો ક્યાંક બ્રેકઅપ
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


હવે સબસિડીમાં ઘટાડા પછી, તેમની કિંમતો વધુ વધશે, જેના કારણે લોકો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદતી વખતે ફરી એકવાર વિચાર કરવો પડશે અને અંતે ન ખરીદવાનું નક્કી કરી શકે છે. તે પણ શક્ય છે કે કંપનીઓ કિંમત ઓછી રાખવા માટે તેમના ઈ-ટુ-વ્હીલર્સમાં ઓછા ફીચર્સ આપવાનું શરૂ કરી શકે છે.


ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube