Upcoming Electric Cars: દરેકના મનમાં પોતાની મનગમતી કાર લેવાનું સપનું હોય છે. શું તમે પણ પોતાની મન ગમતી કાર લેવાનો વિચાર કરી રહ્યાં છો? વધતા જતા ઈંધણના ભાવને કારણે લોકો હવે ઈલેક્ટ્રોનિક વાહનો તરફ વળ્યાં છે. એવામાં હાલ માર્કેટમાં કઈ કંપની સૌથી સસ્તામાં ઈવી ગાડી આપે છે તેના પર સૌ કોઈની નજર છે. તેના માટે મારુતિ સહિત ઘણી કંપનીઓ કમર કસી રહી છે. ભારતની ઓટો ઈન્ડસ્ટ્રી આગામી થોડા વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનોની ભરમાર માટે તૈયાર છે. જેથી થોડી રાહ જુઓ ઈલેક્ટ્રીક ગાડીઓમાં અનેક ઓપ્શન મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે ગાડીઓ માર્કેટમાં આવી રહી છે ઈવી એ સસ્તી હશે


વાસ્તવમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મોબિલિટી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા નવી નીતિને અમલી બનાવાઈ રહી છે. આ નીતિના કારણે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓ વિવિધ સેગમેન્ટમાં ગ્રાહકોની માંગને પહોંચી વળવા નવા ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મોંઘી ગાડીઓ તો જલદી કોઈ લેશે નહીં તો આશા રાખીએ કે હવે જે ગાડીઓ માર્કેટમાં આવી રહી છે ઈવી એ સસ્તી હશે. અને સસ્તી હશે તો જ માસ અપીલ કરશે. 


પાંચ નવા બેટરી ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ સેક્ટરના સીઈઓ નલિનીકાંત ગોલાગુંટાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025થી કંપની આગામી વર્ષોમાં પાંચ નવા બેટરી ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે. તેમણે કહ્યું, "અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા પોર્ટફોલિયોનો 20-30% 2027 સુધીમાં ઇલેક્ટ્રિક હશે." મારુતિ સુઝુકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ઓફિસર (કોર્પોરેટ અફેર્સ) રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે ઓટો કંપનીઓ ઈવીમાં ગંભીરતાથી રોકાણ કરી રહી છે. "અમે નાણાકીય વર્ષ 2024-25માં 550km રેન્જ સાથે EVsનું ઉત્પાદન શરૂ કરીશું અને આગામી 7-8 વર્ષમાં લગભગ 6 EV મોડલ હશે," તેમણે કહ્યું.


રાજ્યમાં બેટરી એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવાનો પણ સમાવેશ


હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના સીઓઓ તરુણ ગર્ગે જણાવ્યું હતું કે ઉદ્યોગના કેટલાક અંદાજો અનુસાર, 2030 સુધીમાં EVs ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં લગભગ 20% યોગદાન આપે તેવી અપેક્ષા છે. Hyundai 10 વર્ષમાં તમિલનાડુમાં અંદાજે રૂ. 26,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણમાં રાજ્યમાં બેટરી એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવાનો પણ સમાવેશ થશે.


2026 સુધીમાં 10 EV લાવવાનું લક્ષ્ય


ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે કંપની 2026 સુધીમાં 10 EV લાવવાનું લક્ષ્ય ધરાવે છે. કંપની આ વર્ષે ચાર વધુ EV મોડલ રજૂ કરવાની યોજના ધરાવે છે, જેમાં કર્વ EV અને Harrier EVનો સમાવેશ થાય છે. તે જ સમયે, લક્ઝરી કાર ઉત્પાદકો પણ તેમની EV લાઇનઅપ વધારવા માટે તૈયારી કરી રહ્યા છે. મર્સિડીઝ ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે બજારમાં રોકાણ કર્યું છે. 2024માં 12થી વધુ નવા ઉત્પાદનો રજૂ કરવાની યોજના છે. આમાંથી ત્રણ કાર EV હશે."


(એજન્સી)