નવી દિલ્લીઃ જો તમારી પાસે પેટ્રોલથી (Petrol) ચાલતુ કોઈ પણ સ્કૂટર છે તો આ ખબર આપના માટે છે. દુનિયાભરમાં અત્યારે ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter)  ધૂમ મચેલી છે, તેની વચ્ચે બેંગાલૂરુમાં કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓએ જૂના પેટ્રોલ સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલવાની અનોખી પહેલ શરૂ કરી છે. આ માટે કોઈ ખાસ રકમની પણ જરૂર નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછા ખર્ચામાં વધુ ફાયદો:
બેંગાલૂરુમાં રાઈડ શેરિંગની સેવા આપતી સ્ટાર્પ કંપની Bounceએ પણ આવી જ સ્કિમ શરૂ કરી છે. કંપની કો પણ જૂના સ્કૂટરમાં ઈલેક્ટ્રિક મોટર અને એક બેટરી (Retrofit Kit)  લગાવનીને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી નાખે છે. આ માટે કંપની 20 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

સિંગલ ચાર્જમાં કેટલુ ચાલશે સ્કૂટર?
બાઉન્સ કંપનીના ફાઉન્ડર વિવેકાનંદ હલ્લેકરે જણાવ્યું કે અત્યારે સુધી તેઓએ 1000થી વધુ જૂના સ્કૂટર્સને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી નાખ્યા છે. કંપની આવા સ્કૂટરચાલકો માટે સર્વિસ સેન્ટર પણ ખોલવાની છે. આ સ્કૂટરમાં જે બેટરી કિટ આવે છે તે એક વખત ફૂલ ચાર્જ કરતા 65 કિલોમીટર સુધી ચાલે છે. અને આ ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત છે.

પેટ્રોલ/ઈલેક્ટ્રિક જેમ ચલાવવુ હોય:
બાઉન્સ પછી હવે કેટલીક કંપનીઓ છે જે આ પ્રમાણના ફેરફાર લઈને આવી છે. જેમાં Etrio અને Meladath ઑટોકોમ્પોનેન્ટ સામેલ છે. રિપોર્ટ અનુસાર Meladath એક એવી Ezee Hybrid કિટ માર્કેટમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે જેમાં કોઈ પણ જૂના પેટ્રોલ સ્કૂટરને આસાનીથી ઈલેક્ટ્રિક/હાઈબ્રિડ સ્કૂટરમાં બદલી શકાય છે. જો આવુ થાય છે તો સ્કૂટરને જરૂરિયાત હિસાબથી પેટ્રોલ કે પછી ઈલેક્ટ્રિક મોડમાં ચલાવી શકાશે.