Twitter Update: ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં 'લોન્ગફોર્મ ટ્વીટ્સ'ના હેઠળ અત્યંત લાંબી ટ્વીટ્સ કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી ટ્વિટર યુઝર્સ માત્ર 240 અક્ષરોમાં જ ટ્વીટ કરી શકતા હતા. પરંતુ ટૂંક સમયમાં તેમને 10 હજાર અક્ષરોનું લાંબુ ટ્વીટ પણ કરી શકશે.ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કએ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં 'લોંગફોર્મ ટ્વીટ'ને 10,000 અક્ષરો સુધી વધારશે. ટ્વિટરના 16 વર્ષના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ટ્વિટ કરવાની મર્યાદા વધારવામાં આવી રહી છે. 2017 માં, ટ્વિટરે અક્ષર મર્યાદા 140 થી વધારીને 280 અક્ષર કરી.



 
ઈલોન મસ્કની ટીમ  ChatGPT જેવું AI ટૂલ પણ કરશે તૈયાર
 તાજેતરમાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક પણ ChatGPT જેવું AI ટૂલ બનાવવા જઈ રહ્યાં છે. આ માટે ઈલોન મસ્ક ડિપમાઈન્ડના રિસર્ચર સાથે વાત કરી રહ્યાં છે. ટેસ્લા અને  ટ્વિટરના માલિક ઈલોન મસ્ક બાબુશકીનને હાયર કરી રહ્યા છે, જે તાજેતરમાં આલ્ફાબેટની ડીપમાઇન્ડ AI ટીમમાંથી રાજીનામું આપનાર સંશોધક છે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એલોન મસ્કે સિલિકોન વેલી રોકાણકાર સેમ ઓલ્ટમેન સાથે 2015માં OpenAIની શરૂઆત કરી હતી અને આ સ્ટાર્ટઅપે ChatGPT વિકસાવ્યું છે. એલોન મસ્કએ 2018 માં તેનું બોર્ડ છોડી દીધું હતું. મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને $44 બિલિયનમાં ટેકઓવર કરવામાં આવ્યું ત્યારથી, તેમાં ઘણા ફેરફારો અને ઘણી નવી સુવિધાઓ જોવા મળી છે. આમાંની એક વિશેષતા ટ્વિટર બ્લુ છે. 


આ પણ વાંચો:
Indian Railways Rule Changed: રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Job Cuts: આગામી 6 મહિનામાં શિક્ષા ક્ષેત્રમાં નોકરીયો પર મુકાશે કાપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube