નવી દિલ્હીઃ એક વાંદરાનો વીડિયો ગેમ રમતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એલન મસ્કની કંપની ન્યૂરાલિંકે આ વીડિયો રિલીઝ કર્યો છે. ન્યૂરાલિંક માનવ મસ્તિષ્કને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ઇમ્પ્લાટેબલ બ્રેન-મશીન ઇન્ટરફેસ વિકસિત કરી રહી છે. આ વીડિયોમાં એક વાંદરાને પોતાના મગજનો ઉપયોગ કરતા વીડિયો ગેમ રમતો દેખાડવામાં આવ્યો છે. એલન મસ્કે પણ ટ્વિટર પર વાંદરાના Pong રમવાનો વીડિયો શેર કર્યો છે. 


નવ વર્ષના વાંદરા  (Pager) નો વીડિયો બનાવતા પહેલા આશરે છ સપ્તાહ પહેલા ન્યૂરાલિંક ચિપ લગાવવામાં આવી હતી. તેને પહેલા જોયસ્ટિકની સાથે ઓન-સ્ક્રીન ગેમ રમાડવાનું શીખાડવામાં આવ્યું હતું. વીડિયોમાં વાંદરો કલર બોક્સ જોયસ્ટિકનો ઉપયોગ કરી ગેમ રમતો જોવા મળે છે. ન્યૂરાલિંકના મશીન લર્નિંગનો ઉપયોગ તે અનુમાન લગાવી લેવામાં આવ્યું હતું કે વાંદરો કલર બોક્સને ક્યાં લઈ જશે અને તેના હાથના મૂવમેન્ટનું પણ પહેલા અનુમાન લગાવી લેવામાં આવ્યું. આખરે થોડા સમય બાદ જોયસ્ટિકને કમ્પ્યૂટરથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવી પરંતુ વાંયદાએ પોતાના મગજનો ઉપયોગ કરી પોંગ રમવાનું ચાલુ રાખ્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube