X New Policy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ પોતાની પોલિસીને અપડેટ કરી દીધી છે. એલોન મસ્કના આ પ્લેટફોર્મ પર એડલ્ટ અથવા પોર્ન કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એલોન મસ્ક પોતે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડિટીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, હવે તેમના પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કન્ટેન્ટ કોણ જોઈ શકશે અને કોણ નહીં, તેને લઈને કંપનીએ ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જો કે, X પર એડલ્ડ કન્ટેન્ટની મંજૂરી બાદ એક સવાલ ઉભો થાય છે કે શું ભારતમાં પણ X ને બેન કરી નાંખવામાં આવશે? જોકે, ભારતમાં પોર્ન વેબસાઈટ્સ પર પ્રતિબંધ છે, એવામાં એડલ્ડ કન્ટેન્ટ પીરસનાર X કેવી રીતે કામ કરી શકે છે.


ભારતમાં કલાકો સુધી ટ્રેન્ડ કરતું રહ્યું ન્યૂડિટીવાળું હેશટેગ
ગયા અઠવાડિયે શનિવારે X પર ન્યૂડિટી સાથે સંબંધિત એક હેશટેગ ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું. જે દિવસે ભારતમાં સામાન્ય ચૂંટણીઓ માટે એક્ઝિટ પોલ બહાર આવ્યો, તે દિવસે સવારે કેટલાક કલાકો સુધી X પર ન્યૂડિટીવાળો શબ્દ ટ્રેન્ડ થતો રહ્યો. એટલું જ નહીં, ન્યૂડિટીવાળો આ હેશટેગ લગભગ 40 લાખ હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમે નીચેના સ્ક્રીનશોટમાં જોઈ શકો છો.


જોકે, જ્યારે આ હેશટેગ પર ક્લિક કરવામાં આવ્યું તો માત્ર એક અશ્લીલ એકાઉન્ટ સામે આવી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ અશ્લીલ એકાઉન્ટ વેરિફાઈડ પણ હતું. લેટેસ્ટ પોસ્ટ પર ક્લિક કરતા જ સળંગ અશ્લીલ હેશટેગની સાથે કોન્ટેંટ દેખાતું રહ્યું હતું.


કલાકો સુધી ભારતમાં આ એકાઉન્ટ ટોપ ટ્રેન્ડ રહ્યું હતું, જેને પછીથી હટાવી દેવામાં આવ્યું હતું. જો કે, આ એકાઉન્ટ હજી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે, જેના પર ઘણી બધી એડલ્ડ કન્ટેન્ટ ઉપલબ્ધ છે. 



શું છે X ની નવી પોલિસી?
X પર પહેલા પણ ઘણા એવા એકાઉન્ટ છે, જે એડલ્ડ કન્ટેન્ટ શેર કરે છે. આવા એકાઉન્ટને  NSFW એટલે કે નોટ સેફ ફોર વર્ક કહેવામાં આવે છે. X પર પહેલા પણ એવા એકાઉન્ટ હતા, એટલા માટે આ પોલિસીના કારણે ઘણા બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું નથી. 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોતાની એડલ્ડ કન્ટેન્ટ પોલિસીમાં લખ્યું, અમે જાણીએ છીએ કે યૂઝર્સ અત્યાર સુધી સેક્સુઅલ થીમ્સ પર કન્ટેન્ટ કિએટ, ડિસ્ટ્રીબ્યૂટ અને કન્ઝ્યૂમ કરી શકે છે, જ્યાં સુધી તે સર્વસંમતિથી બનાવવામાં આવે અને વહેંચવામાં આવે છે. સેક્સુઅલ એક્સપ્રેશન, વિઝુઅલ અથવા ટેક્ટ ફોર્મટમાં આર્ટિસ્ટિક એક્સપ્રેશનનું કાયદેસર સ્વરૂપ હોઈ શકે છે.'


X એ પોતાની પોલિસીમાં જણાવ્યું છે કે અમે એડલ્ટ્સની સ્વાયત્તતા પર વિશ્વાર કરીએ છીએ, જે પોતાના વિશ્વાસ, ઈચ્છા અને એક્સપ્રેશનને લઈને કન્ટેન્ટ કરવા માંગે છે, પછી ભલે તે સેક્સુઅલિટી સાથે જોડાયેલું કેમ ના હોય.


શું છે X પર એડલ્ડ કન્ટેન્ટની મર્યાદાઓ અને ગાઈડલાઈન?
કંપનીનું કહેવું છે કે તેઓ સગીર યુઝર્સને આવી પોસ્ટથી બચાવશે. આ પ્રકારના કન્ટેટ્સની પહોંચ બાળકો અથવા તો એવા લોકો સુધી નહી હોય, જે તેણે જોવા માંગતા નથી. જે લોકો નિયમિતપણે એડલ્ડ સામગ્રી પોસ્ટ કરે છે તેઓએ તેમની પોસ્ટને સેંસિટિવ માર્ક કરવું પડશે. જે લોકોએ તેમની ઉંમરને વેરિફાય કર્યું નથી, તેઓને આવી સામગ્રીની ઍક્સેસ મળશે નહીં.



શું ભારતમાં પ્રતિબંધ લાગી જશે X પર?
ભારતમાં પોર્ન સાઇટ પર પ્રતિબંધ છે. આનો અર્થ એ છે કે તમે પોર્ન સાઇટ્સને એક્સેસ કરી શકતા નથી (હજુ સુધી આવી ઘણી સાઇટ્સ છે). આવી સ્થિતિમાં Xનું શું થશે જેમાં એડલ્ટ કન્ટેન્ટ પણ હશે? આ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. X એ ચોક્કસપણે એડલ્ડ સામગ્રીને મંજૂરી આપી છે, પરંતુ આ પ્લેટફોર્મ હજુ સુધી પોર્ન સાઇટની શ્રેણીમાં આવતું નથી.


આવી સ્થિતિમાં હાલમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, પરંતુ ભવિષ્યમાં આ પ્લેટફોર્મ પર એડલ્ડ સામગ્રીને લઈને કાર્યવાહી કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આવી સામગ્રી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે, પરંતુ તેઓએ તેને સીધી મંજૂરી આપી નથી. રિપોર્ટિંગ પર આવી સામગ્રીઓ દૂર કરવામાં આવે છે.