નવી દિલ્લીઃ WhatsApp ના કરોડો યુઝર્સ છે. દુનિયાની તમામ જગ્યા પર રોજે રોજ વ્હોટ્સએપ પર કરોડો મસેજિસ થતા હોય છે. તેવામાં સવાલ એ છે કે વ્હોટ્સએપ આ બધા જ મેસેજિસને સુરક્ષિત કેવી રીતે રાખે છે. કંપની કહે છે કે તે કોઈ પણ મેસેજ નથી વાંચતી કારણ કે આ તમામ મેસેજિસ ઈનક્રિપ્ટેડ હોય છે. એન્ડ ટૂ એન્ડ યુઝરને મેસેજ દેખાઈ શકે છે. તેવામાં સવાલ એ પણ છે કે એન્ડ ટૂ એન્ડ ઈનક્રિપ્શન શું છે. જેનો દાવો વ્હોટ્સએપ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


End-to-end encryption:
એન્ડ ટૂ એન્ડ ઈનક્રિપ્શન ટેકનોલોજી મેસેજને સુરક્ષિત રીતે સેન્જ અને રીસિવ કરવાનું એક માધ્યમ છે. વ્હોટ્સએપમાં આ ટેકનોલોજી શરૂઆતથી નથી. હાલમાં તેને જોડવામાં આવી છે. મેસેજની સુરક્ષાની ભારી માગ પછી વ્હોટ્સએપે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.


આવી રીતે કામ કરે છે End-to-end encryption:
માની લો કે તમે વ્હોટ્સએપ પર કોઈને હેલો મેસેજ કરો છો. હેલો મેસેજ સેન્ડ થતાની સાથે જ આ શબ્દ મશીની કોડમાં બદલાય છે. એટલે કે મશીની ભાષામાં એન્ક્રિપ્ટ થાય છે. બીજી બાજુ જે વ્યક્તિને આ મેસેજ મોકલવામાં આવે છે ત્યાં આ મેસેજ ડિક્રિપ્ટ થાય છે. એટલે કે આ કોડ ફરીથી હેલોમાં બદલાઈ જાય છે. મેસેજને મોકલનાર વ્યક્તિથી લઈને મેસેજને પ્રાપ્ત કરવાવાળા વ્યક્તિ સુધીની આ યાત્રા કોડના રૂપમાં થાય છે. રસ્તા જો કોઈ આ મેસેજને હેક કરે છે તો પણ આ મેસેજને ડિકોડ નહીં કરી શકે. આવી  રીતે વ્હોટ્સએપનું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન યુઝર્સના મેસેજ અને ડેટા સુરક્ષિત રાખે છે.


રોજ સવારે ખાલી પેટે આ વસ્તુનું કરો સેવન અને બનો બેડ પરના 'બાદશાહ', તમારી પાર્ટનર પણ કહેશે હવે આવે છે મજા!


ખોટા હાથોમાં જતા મેસેજને રોકે છે આ ફીચર:
વ્હોટ્સએપ પર યુઝર ટેક્સ્ટ મેસેજ, પોસ્ટ, ફોટો, વીડિયો મેસેજ, દસ્તાવેજ, સ્ટેટસ અપડેટ્સ, કોલ્સના માધ્યમથી એક બીજા સાથે જોડાય છે. યુઝર્સને ડેટાને સુરક્ષિત રાખવુ તે વ્હોટ્સએપની જવાબદારી છે. બે વ્યક્તિ વચ્ચે થનારી વાતચીત હૈક ના થાય અને ખોટા હાથોમાં ના જાય તે જવાબદારી વ્હોટ્સએપની છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચરથી શરૂઆત કરી છે.


end-to-end encryptionના કેટલાક ફાયદા:
WhatsAppના આ ફીચરના ઘણા ફાયદા છે. સૌથી પહેલા તો આ ફીચર તમારા ડેટાને હેક થવાથી બચાવે છે. જો હૈકર્સ તમારા ડેટાને હેક પણ કરી લે તો પણ તેને ડિક્રિપ્ટ નહીં કરી શકે. વ્હોટ્સએપનું આ ફીચર તમારા ડેટાને સુરક્ષિત રાખે છે. આ ફીચર આપની ગોપનીયતાને સુરક્ષિત રાખવાની સાથે સાથે અભિવ્યક્તિની આઝાદીને પણ સુરક્ષા પ્રદાન કરે છે.


રથયાત્રા નીકળતા પહેલાં કેમ CM સોનાની સાવરણીથી સાફ કરે છે રસ્તો? જાણો કેમ મોદીને સૌથી વધુ વાર મળી જગન્નાથના પ્રથમ સેવક બનવાની તક


શું કહે છે વ્હોટ્સએપ:
ભારત સરકારે વ્હોટ્સએપને જણાવ્યું કે કોઈ પણ મેસેજના ફર્સ્ટ ઓરિજિનેટરની ઓળખ કરવી જરૂરી છે. તો વ્હોટ્સએપ કહે છે કે તેનું કામ આ નથી. મેસેજને મોકલવાનું અને મેળવવાનું કામ સેન્ડર અને રીસિવરનું છે. તેને વ્હોટ્સએપ સાથે કોઈ લેવા દેવા નથી. ભારત સરકારે જણાવ્યું કે વ્હોટ્સએપ પોતાની પ્રાઈવસી પોલિસી પાછી ખેંચે નહીંતર કડક કાર્યવાહી કરવામાં આવેશે.


આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
 


Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube