Electric Water Heater: શિયાળો શરૂ થઈ ગયો છે અને આવામાં તમે તમારું વોટર હીટર વાપરવાનું પણ શરૂ કરી દીધુ હશે. જો તમારી પાસે વોટર હીટર ન હોય અને ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે આ ખબર કામના છે. કારણ કે ઉર્જા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે હવે 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર લીગલ નહીં હોય. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2023થી લાગુ થવાનો છે. એટલે કે એક જાન્યુઆરી બાદ 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટરનો ઉપયોગ થઈ શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉર્જા મંત્રાલયે બહાર પાડ્યું નોટિફિકેશન
કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયે પોતાના નોટિફિકેશનમાં એક ટેબલ બહાર પાડ્યું છે. આ ટેબલમાં સ્ટાર રેટિંગ પ્લાન વેલિડિટી અંગે જાણકારી આપવામાં આવી છે. આ વેલિડિટી 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2025 સુધી રહેશે. 


સ્ટોરેજવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર કાયદેસર નહીં
નોટિફિકેશનમાં જાણકારી આપવામાં આવી છે કે 6 લીટરથી લઈને 200 લીટર સુધીની કેપેસિટીવાળા વોટર હીટર જેમના સ્ટાર રેટિંગ 1 હોય તેઓ 1 જાન્યુઆરી 2023થી લીગલ નહીં રહે. અત્રે જણાવવાનું કે આ ઈલેક્ટ્રિક વોટર હીટર સ્ટોરેજવાળા હીટર છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube