Best Selling Car: દેશની નંબર વન કાર કંપની મારુતિ સુઝુકીની કારનું બુકિંગ થઈ રહ્યું છે. આ કંપનીની કાર ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે લોકોને ડિમાન્ડને પૂરી કરવા માટે કંપની સક્ષમ નથી. કંપની પાસે હાલ જે પેન્ડિંગ ઓર્ડર છે તેનો આંકડો 4 લાખથી વધુનો છે. કંપનીએ જણાવ્યું હતું કે પેસેન્જર વિહિકલ સેગમેન્ટમાં કુલ 3.87 લાખના ઓર્ડર પેન્ડિંગ છે. જેને પૂરું કરવાનું કામ ચાલી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મારુતિ અને ટાટાની આ 2 Electric SUV મચાવશે ધૂમ! આવતા વર્ષે થશે લોન્ચ


iPhone 14 પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, ડીલ પૂરી થાય તે પહેલાં કરો ઓર્ડર!


કાર નહી 1BHK ફ્લેટ છે આ Hyundai Creta, કિચનથી માંડીને બેડરૂમ સુધી તમામ સુવિધા


આ ઓર્ડરમાંથી સૌથી વધારે પેન્ડિંગ ઓર્ડર મારુતિ સુઝુકીની અર્ટિગા કારનો છે. આ કારના પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા 95 હજાર યુનિટ છે. આ કાર ખરીદવા માટે લોકો તલપાપડ છે અને તેના કારણે કંપની પાસે પેન્ડિંગ ઓર્ડરની સંખ્યા વધી રહી છે. 


મારુતિ સુઝુકીની અર્ટિગા પછી સૌથી વધુ ડિમાન્ડ બ્રેઝા, સબ કોમપેક્ટ એસયુવીની છે. જેનું પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. બ્રેઝા કાર માટે 55 હજારથી વધારે પેન્ડિંગ ઓર્ડર છે. આ સિવાય  ફ્રોંક્સ, ગ્રેંડ વિટારા, એક્સએલ6 અને જિમ્ની જેવી કાર પર પણ ઓર્ડર પેન્ડિંગમાં છે. 


મારુતિએ ફ્રોંક્સ ક્રોસઓવર માટે 32,000થી વધુ ઓર્ડર છે. જ્યારે કંપનીએ તાજેતરમાં લોન્ચ થયેલી જિમ્ની માટે 31,000 થી વધુ ઓર્ડર પુરા કરી લીધા છે. હાલમાં મારુતિ દર મહિને ફ્રોંક્સના 10,000થી વધુ યૂનિટ ડિલીવરી કરી રહી છે. જ્યારે ગ્રેંડ વિટારા કોમ્પૈક્ટ એસયૂવી માટે વેટિંગ પીરિયડ ચાર મહિનાથી વધુ થઈ ગયો છે.