બ્રસેલ્સઃ યૂરોપીય યૂનિયને ગૂગલ પર રેકોર્ડ 4.34 બિલિયન યૂરો એટલે કે આશરે 34,308 કરોડ રૂપિયાનો એન્ટીટ્રસ્ટ દંડ ફટકાર્યો છે. આ દંડ ગેરકાયદેસર રીકે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ પોતાના સર્ચ એન્જીનના ફાયદા માટે કરવાના આરોપમાં લગાવવામાં આવ્યો છે. યૂરોપીય યૂનિયનના કમિશ્નર મારગ્રેથ વેસ્ટેજરે કહ્યું, ગૂગલે એન્ડ્રોઈડનો ઉપયોગ પોતાના સર્ચ એન્જીનને મજબૂત કરવા માટે કર્યો છે. આ યૂરોપીય યૂનીયન એન્ટીટ્રસ્ટ નિયમો પ્રમાણે ગેરકાયદેસર છે. તેમણે કહ્યું, ગૂગલે 90 દિવસની અંદર તેને બંધ કરી દેવું જોઈએ બાકી તેણે આલ્ફાબેટથી થનારી કમાણીના 5 ટકા રોજ દંડ તરીકે ભરવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલનું કહેવું છે કે, તે આ દંડ વિરુદ્ધ અપીલ કરશે. ગૂગલના પ્રવક્તા અલ વર્નીએ કહ્યું, એન્ડ્રોઇડ લોકોને વધુ વિકલ્પ આપવા માટે બનાવવામાં આવ્યું છે. આ રેપિડ ઇનોવેશન અને સારી સુવિધાઓની કિંમત ઓછી કરવામાં મદદ કરે છે. આ પહેલા યૂરોપીય યૂનિયને ગૂગલ પર 2.4 અરબ યૂરોનો દંડ ફટકાર્યો હતો. આ વખતે ફટકારેલો દંડ બમણો છે. આ નિર્ણય બાદ ટ્રેડ વોરનો ખતરો વધી ગયો છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂરોપથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડ્યૂટી લગાવી છે. 


સૂત્રો પ્રમાણે ઈયુના કમિશનર વેસ્ટેજરે આ પગલું ભરતા પહેલા ગૂગલના ચીફ સુંદર પિચાઇ સાથે ફોન પર વાત કરી અને પોતાના નિર્ણય વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, ગૂગલ ઘણી ફોન બનાવનારી કંપનીઓને પહેલાથી જ ગૂગલ ક્રોમ બાઉઝર ઇન્ટોલ કરવા માટે દબાણ કરે છે. કેટલિક એપ્સને લાઇસન્સ આપવા માટે ગૂગલ સર્ચ કરવું પડે છે અને યૂરોપીય યૂનિયનમાં વેંચાનારા ફોનમાં પણ ગૂગલ સર્ચ અને ક્રોમ પહેલાથી જ ઇન્સટોલ કરાવે છે. 


કમિશનનું કહેવું છે કે ગૂગલ ફોન કંપનીઓને પહેલાથી જ ગૂગલ સર્ચ ઈન્સટોલ કરવા માટે પૈસા પણ આપે છે. વેસ્ટેજરના આ નિર્ણયથી તેને યૂરોપીય યૂનિયનના દેશોમાં ખૂબ પ્રશંસા મળી છે પરંતુ વોશિંગ્ટનમાં તેમની વિરુદ્ધ રોષ છે. યૂરોપમાં ઇન્ટરનેટ સર્ચ પર સિલિકોન વેલીના વધતા પ્રભુત્વને લઈને બ્રસેલ્સ સતત ટારગેટ કરતું રહે છે.