Smartphone Camera: જો તમારો સ્માર્ટફોન જૂનો થઇ ગયો છે અને બરોબર ફોટો ક્લિક કરી શકતા નથી તો આજે અમે તમને કેટલાક એવા ગેજેટ્સ વિશે વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે તમારા નોર્મલ સ્માર્ટફોન વડે સારા ફોટા ક્લિક કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જો તમે તમારા સ્માર્ટફોન વડે સારી ફોટોગ્રાફી કરવા માંગો છો તો સૌથી જરૂરી છે ટ્રાઇપોડ અને તેના લીધે તમે તમારા સ્માર્ટફોનને સ્ટેબલ રાખીને સારી રીતે ફોટોગ્રાફી કરી શકો છો. 



માર્કેટમાં આજકાલ સ્માર્ટફોન કેમેરામાં લગાવવા માટે એકસ્ટ્રા લેન્સ મળે છે જેના લીધે તમે સારી ફોટોગ્રાફી કરી શકો છો. આ લેન્સનો ઉપયોગ કરવામાં સરળતા રહે છે અને તેને બસ તમારા સ્માર્ટફોનના કેમેરા ઉપર લગાવવાનો હોય છે.


 


રિંગ લાઇટ એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જે ફોટોગ્રાફીમાં જીવ પુરવા માંગે છે અને તેની ક્વોલિટીને સારી બનાવવા માંગે છે. તેને વ્યાજબી કિંમતમાં માર્કેટમાંથી ખરીદી શકાય છે અને સરળતાથી ઉપયોગ કરી શકાય છે. 



ગોરિલ્લા ટ્રાઇપોડ કોઇ નોર્મલ ટ્રાઇપોડની માફક હોય છે પરંતુ તેનું કદ નાનું હોય છે અને તમે તેને પથરાળ જમીન અથવા પછી અનઇવન સર્ફેસ પર ઉપયોગ કરી શકો છો. સ્માર્ટફોનથી ફોટોગ્રાફી માટે આ એક સારું ગેજેટ છે. 



સેલ્ફી સ્ટિક તો તમે ઘણી જોઇ હશે જેમાં તમારે સ્માર્ટફોનને લગાવવાનો હોય છે અને તમે સારી રીતે સેલ્ફી પડાવો છો પરંતુ હવે માર્કેટમાં સ્ટેબલાઇઝરવાળી સેલ્ફી સ્ટિક આવી ગઇ છે તેની કિંમત થોડી વધુ જરૂર છે પરંતુ તેનાથી ફોટોની ક્વોલિટીમાં જીવ પુરી શકો છો.