Reduce Electricity Bill: શિયાળાની ઋતુ આવતાની સાથે જ ગીઝર અને હીટરની ડિમાન્ડ વધી જાય છે, પરંતુ તેનાથી વિજળીના બિલમાં મોટો વધારો થઈ જાય છે. ગીઝર અને હીટર જેવી ચીજો આપણા માટે આરામદાયક તો છે, પરંતુ આ વિજળીનો ખર્ચ પણ વધારે છે. પરંતુ શું થશે જો અમે તમને જણાવીએ કે અમુક સરળ ટેકનિકથી તમારા આ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરીને પણ શિયાળાનો આનંદ લઈ શકો છો અને સાથે વિજળીનું બિલ પણ ઓછું કરી શકો છો? આવો જણાવીએ કે તે કયા 3 કામ, જેનાથી વિજળીનું બિલ ઓછું કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલું કામ- ઉપયોગ કરો 5 સ્ટાર રેટિંગવાળા એપ્લાયંસ
તમારા ઘર માટે કોઈ પણ નવું એપ્લાયંસ ખરીદવાનો પ્લાન છે? તો 5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણને પ્રાથમિકતા આપો. તે એપ્લાયંસ માત્ર તમારા વિજળીનો ઉપયોગ જ નહીં ઘટાડે પરંતુ તમારા વિજળીના બિલમાં પણ મોટો ઘટાડો કરી શકે છે. માર્કેટમાં ઘણા પ્રકારના 5 સ્ટાર રેટિંગવાળા ઉપકરણો ઉપલબ્ધ છે. તેનાથી તમારા ખિસ્સાનો બોજ ઓછો થશે અને તમારી બચત પણ થશે.


બીજું કામ- હાઈ કેપેસિટીવાળું ગીઝર ખરીદો
ગીઝરનો ઉપયોગ વિજળીનો ઉપયોગ વધારે છે, પરંતુ તમે એક સ્માર્ટ ટેકનિકથી આ પ્રોબ્લેમનું સમાધાન કરી શકો છો. એક હાઈ કેપેસિટીવાળું ગીઝર ખરીદીને તમે વિજળી બચાવી શકો છો. આ ગીઝર એક વાર પાણી ગરમ કર્યા પછી પણ ઘણા કલાકો સુધી ગરમ રાખે છે, જેના કારણે તમારે વધારે ગીઝર ચાલું રાખવાની જરૂર પડતી નથી.


ત્રીજી કામ- સતત ચાલું ના રાખો
હીટર અને બ્લોઅરનો ઉપયોગ ઓછો કરીને તમે વિજળી બચાવી શકો છો. આ ઉપકરણોને થોડીક જ મિનિટ ચાલું કરીને તમારો રૂમ ગરમ થઈ શકે છે. એટલા માટે તેણે સતત ચાલું રાખવાની જરૂર નથી.