નવી દિલ્લીઃ અલ્ટ્રાવિયોલેટ ઝડપથી જ ભારતમાં પોતાની F77 ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરશે. આ બાઈકનું બુકિંગ પણ આ જ મહિને શરૂ થશે. લોન્ચિંગના મહિના પહેલાં આ બાઈકમાં મળવાળી રેન્જનો કંપનીએ ખુલાસો કર્યો છે.  બેંગલુરૂમાં આવેલી કંપની અલ્ટ્રાવિયોલેટ ઝડપથી જ ભારતમાં પોતાની F77 ઈલેક્ટ્રિક બાઈક લાવા જઈ રહી છે. કંપનીનું કહેવું છે કે, આ બાઈક એક વખત ચાર્જ કર્યા બાદ 307 KM સુધી ફરી શકાશે. F77 ઈલેક્ટ્રિક બાઈકનું બુકિંગ 23 ઓક્ટોબર 2022થી શરૂ થશે. 24 નવેમ્બરે આ બાઈક લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાઈકને સ્ટેપ બાય સ્ટેપ લોન્ચ કરવામાં આવશે. આ બાઈક પહેલા બેંગલુરૂ અને પછી અન્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. આ બાઈકને છેલ્લા 5 વર્ષથી ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ બાઈકમાં જબરદસ્ત પોટ સ્પીડ અને સારી રેન્જ મળશે. કંપનીએ આ બાઈકને અલગ-અલગ રોડ કંડિશનમાં ટેસ્ટ કર્યું છે. આ બાઈક માટે કંપનીને 190 દેશોથી 70 હજારથી પણ વધુ પ્રી-લોન્ચ બુકિંગ ઈન્ટ્રસ્ટ મળ્યા છે. અલ્ટ્રા વોલેટ F77VS 3 વેરિયેન્ટ-એરસ્ટ્રાઈક, શેડો અને લેઝરમાં લાવવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, દરેક વર્ઝનની એક ખાસ ઓળખ હશે.  


ફીચર્સની વાત કરીએ તો Ultraviolette F77 ડ્યુઅલ ચેનલ ABS, એડઝેસ્ટેબલ સસ્પેંશન, મલ્ટીપલ ડ્રાઈવ મોડ્સ અને રીઝનરેટિવ બ્રેકિંગ જેવા ફીચર્સ સાથે આવશે. આ બાઈકમાં એક TFT સ્ક્રિન પણ હશે. આ સ્ક્રિન પર રાઈડર માટે અલગ અલગ જાણકારિઓ હશે. આ બાઈક સાથે અલગ અલગ એસેસરિઝ પણ આપવામાં આવશે. બાઈક સાથે મળશે એક પોર્ટેબલ ફાસ્ટ ચાર્જર, સ્ટાન્ડર્ડ, વ્હીલ કેપ, હોમ ચાર્જિંગ પોડ, ક્રેશ ગાર્ડ, પેનિયર અને એક વાઈઝર હશે.