નવી દિલ્હી: શું તમને 'બેબી ફેસ' એપ યાદ છે, તે એપ જે તમારા ચહેરાને બાળક જેવો બનાવી દેતો હતો. સોશિયલ મીડિયા પર આ એપે ધૂમ મચાવી હતી, પરંતુ બાળક જોયા બાદ હવે લોકોમાં ઘરડા દેખાવવાની હોડ મચી છે. જેને જોઇએ તે સોશિયલ મીડિયા પર પોતાના ઘડપણનો ફોટો પોસ્ટ કરી રહ્યા છે. તમને ઘરડા બતાવનાર એપનું નામ છે 'ફેસ એપ'. અહીં સુધી તો ઠીક છે પરંતુ આ એપ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ફેસ એપ પર આરોપ છે કે આ તમારી મરજી વગર તમારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ


એપની પ્રાઇવેસી પોલિસીમાં કહેવામાં આવ્યું છે
કંપની યૂઝરનો ડેટા તેમની પરવાનગી વિના વેચશે નહી.
કંપની મંજૂરી વિના યૂઝરના ડેટાને ભાડે પણ આપશે નહી. 
ફેસ એપના ગ્રુપની કંપનીઓને ડેટા આપવામાં આવી શકે છે.
આમ એટલા માટે કારણ કે યૂઝરે એપને ઇન્સ્ટોલ કરી છે. 
ઇન્સ્ટોલ કરવાની સાથે જ યૂઝરે આમ કરવાની મંજૂરી આપી છે. 
કંપની થર્ડ પાર્ટી જાહેરાત પાર્ટનર્સને જાણકારીઓ આપી શકે છે.


ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM


પોતાની પ્રાઇવેસી પોલિસીના લીધે ચર્ચામાં રહેનાર ફેસ એપ, તમારા ફોટોને એડિટ કરવા માટે ન્યૂટ્રલ નેટવર્કનો ઉપયોગ કરે છે, જે એક પ્રકારનું આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ છે. તેના દ્વારા એપ તમારા બાલોના રંગને બદલવાથી માંડીને ચહેરા પર કરચલીઓ દેખાઇ છે. જેથી તમને લાગે છે કે તમે ઘરડાં આવા દેખાશો. 


ખાસ વાત એ છે કે ફક્ત એંડ્રોઇડ ફોન પર આવા 10 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. એવામાં પ્રશ્ન ઉદભવે છે કે જ્યારે કંપનીઓ ડેટા સ્ટોરેજને એક નવી કરન્સીના રૂપમાં દેખાઇ રહી છે, તો આ પ્રકારની એપ્સ માટે કેટલા સુરક્ષિત છે. અને શું તમે તેને ડાઉનલોડ કરવા માંગો કે નહી.