Bitcoin જેવી ક્રિપ્ટોકરન્સી લાવશે Facebook, તમે યૂજર છો તો જરૂર વાંચો
બિટકોઇનમાં ટ્રેડ કરનારા લોકો માટે વધુ એક નવી ક્રિપ્ટો કરન્સી આવી શકે છે. જોકે સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુક પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર એક બ્લોકચેન ડિવિઝન બનાવવામાં આવ્યું છે, જેને ફેસબુક મેસેંજરના પૂર્વ હેડ ડેવિડ માર્કસ લીડ કરી શકે છે.
નવી દિલ્હી: બિટકોઇનમાં ટ્રેડ કરનારા લોકો માટે વધુ એક નવી ક્રિપ્ટો કરન્સી આવી શકે છે. જોકે સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુક પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર એક બ્લોકચેન ડિવિઝન બનાવવામાં આવ્યું છે, જેને ફેસબુક મેસેંજરના પૂર્વ હેડ ડેવિડ માર્કસ લીડ કરી શકે છે. ડેવિડ માર્ક્સ સીધા કંપનીના ચીફ ટેક્નીશિયન ઓફિસરને રિપોર્ટ કરશે. જોકે આ બ્લોકચેનનો શું હેતુ છે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
માર્ક્સે કરી ફેસબુક પોસ્ટ
ડેવિડ માર્ક્સે પોતાની એક ફેસબુક પોસ્ટમાં આ જાણકારી શેર કરી છે. એવી અફવાહો પણ છે કે ફેસબુક સીઇઓ માર્ક જુકરબર્ગ પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની તૈયારીમાં છે. જોકે આ સંબંધમાં થોડી જ જાણકારી આપવામાં આવી છે. હજુ માર્ક્સની ટીમ તેના પર કામ કરી રહી છે. ફેસબુક ક્રિપ્ટોકરન્સીના રિપોર્ટ બાદ 'ધ વર્જ'ને આપેલા એક નિવેદનમાં ફેસબુકે કહ્યું છે, 'બીજી કંપનીઓની માફક પણ બ્લોકચેન ટેક્નોલોજીમાં સંભાવનાઓ શોધી રહી છે. તેના માટે એક નાની ટીમ છે જે તેને એક્સપ્લોર કરી રહી છે. તાજેતરમાં અમારી પાસે વધુ શેર કરવા માટે કશું નથી.'
બ્લોકચેનની ટીમ તૈયાર
માર્ક્સે કહ્યું 'ફેસબુઅક મેસેંજરની સાથે લગભગ 4 વર્ષ પસાર થઇ ગયા મારો મેં આ નિર્ણય લીધો છે કેટલાક નવા પડકારોને લેવામાં આવે. મેં એક નાની ટીમ તૈયાર કરી છે. ફેસબુક માટે અમે બ્લોકચેનમાં શું કરી શકીએ તેની સંભાવનાઓ શોધીશું.
ક્રિપ્ટોકરન્સીથી શું ફાયદો?
રિપોર્ટ અનુસાર ડેવિડ માર્ક્સ ફેસબુક પહેલાં પે-પલનો ભાગ હતો, જે દુનિયાની મોટી ઓનલાઇન ટ્રાંજેક્શન કંપનીઓમાંથી એક છે. ડિસેમ્બર 2017માં તે અમેરિકી ક્રિપ્ટોકરન્સી એક્સચેંજ કોઇનબેસના બોર્ડમાં પણ સામેલ થયા છે. સવાલ એ છે કે જો ફેસબુક ક્રિપ્ટોકરન્સી લાવે છે તો તેનાથી કંપની અને યૂજર્સને શું ફાયદો થશે અને કામ કેવી રીતે કરશે. આગામી સમયમાં સ્પષ્ટ થશે.
શું છે બ્લોકચેન
જોકે બ્લોકચેન ટેક્નોલોજી એક પ્રકારની ટ્રાંજેક્શન લિસ્ટનો રેકોર્ડ (ડિજિટલ લેજર) જેને ક્રિપ્ટોગ્રાફીથી લિંક અને સિક્યોર કરવામાં આવે છે. જેને ક્રિપ્ટોગ્રાફીથી લિંક અને સિક્યોર કરવામાં આવે છે. દરેક બ્લોકમાં એક હૈશ પોઇંટર હોય છે, જે તેને બીજા બ્લોક સાથે જોડે છે. આ ટેક્નોલોજી બે લોકો વચ્ચે થયેલા ટ્રાંજેક્શનને રેકોર્ડ કરે છે. તેમાં રેકોર્ડની જાણકારીઓની કોપી ન કરી શકાય. આ ડેટાબેસ ક્લાઉડ પર આવે છે જેથી તેમાં છેડછાડ ન કરી શકાય અને ના તો સ્પેસ ખૂટે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો બ્લોકચેન એક ટેક્નોલોજી છે, જેથી Bitcoinનો પણ વિચાર ચાલે છે.
કોઇન જેવી ઓફર નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેસબુકની પાસે હાલ કોઇન જેવી કેટલીક ઓફર કરાવવાનો પ્લાન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બ્લોકચેનની ટીમ નવા પ્લેટફોર્મ અને ઇંફ્રા હેઠળ કામ કરશે, જેની જવાબદારી કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક શોરોફરે આપવામાં આવી છે. હાલ માઇક ફેસબુકના આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ અને વર્ચુઅલ રિયલિટી ડિપાર્ટમેંટ સંભાળી રહ્યા છે.