Facebook-Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી ડાઉન થઈ ગયા છે અને યૂઝર્સને પોતાના એકાઉન્ટમાં લોગિન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. જ્યાં ફેસબુકનો ઉપયોગ કરવા દરમિયાન યૂઝર્સનું એકાઉન્ટ ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયું છે અને લોગો આવી રહ્યો નથી. તો ઈન્સ્ટાગ્રામ પર સમથિંગ વેંટ રોન્ગ શોર કરી રહ્યું છે, જેના કારણે યૂઝર્સને ખુબ પરેશાની થઈ રહી છે. આ પ્રથમવાર નથી જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થયા છે, આ પહેલા આવી ઘટના બની ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ આઉટેજનો છે મામલો
તમને જણાવી દઈએ કે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ચલાવતા યૂઝર્સે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં આ પ્લેટફોર્મ ડાઉન થઈ ગયા છે. લોગિન કરવામાં સમસ્યા થઈ રહી છે. સાથે રિફ્રેશ પણ થઈ રહ્યું નથી, જેથી પેજ ઓપન થતું નથી. જ્યારે ઈન્સ્ટાગ્રામ ઓપન કરીએ તો સમથિંગ વેંટ રોન્ગ જોવા મળી રહ્યું છે, પછી કોઈ ફીડ પણ દેખાતી નથી. 


એક્સ પર ગુસ્સો કાઢી રહ્યાં છે યૂઝર્સ
તમને જણાવી દઈએ કે એક્સ પર લોકો સોશિયલ મીડિયા એકાઉન્ડ ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યાં છે. એક્સ પર ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. હકીકતમાં એક્સ કામ કરી રહ્યું છે એટલે યૂઝર્સ ત્યાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને લઈને સતત પોસ્ટ કરી રહ્યાં છે.