નવી દિલ્હીઃ Instagram-Facebook Verification: Meta એ ભારતમાં પેડ વેરિફિકેશન સર્વિસની શરૂઆત કરી દીધી છે, ત્યારબાદ હવે યૂઝર્સ મેટા બ્લૂ સબ્સક્રિપ્શન લેવા માટે પૈસા ચુકવવા પડશે.  Twitter ના પેડ વેરિફિકેશન થોડા મહિના પહેલા શરૂ થયું હતું, ત્યારબાદ હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ બ્લૂ વેરિફિકેશન બેઝ હાસિલ કરવા માટે તમારે સબ્સક્રિપ્શન લેવું પડશે. Meta Verified ફીચરને ભારત સહિત ઘણા અન્ય દેશોમાં પણ લોન્ચ કર્યું છે. જો તમે મેટા વેરિફિકેશન માટે સબ્સક્રિપ્શન પ્લાન પસંદ કરી રહ્યાં છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. હકીકતમાં તમને તેના બદલામાં બ્લૂ ટિક મળે છે, સાથે કેટલાક સ્પેશિયલ ફીચર્સ પણ આપવામાં આવે છે, જે તમને ખુબ પસંદ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બ્લૂ ટિક માટે કેટલો થશે ખર્ચ
ભારતમાં આઈઓએસ અને એન્ડ્રોયડ એપ માટે યૂઝર્સને 699 રૂપિયા દર મહિને ચુકવવાપડશે તો વેબ પર આ એપ્સનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને દર મહિને 599 રૂપિયા ખર્ચ કરવા પડશે ત્યારે બ્લૂ ટિક મળશે. તે માટે યૂઝર્સે સરકારની આઈડીનો ઉપયોગ કરવો પડશે અને ત્યારે તેને બ્લૂ ટિક આપવામાં આવશે. પૈસા ખર્ચ કર્યા બાદ તમને કંપની તરફથી ઘણી સર્વિસ ઓફર કરવામાં આવશે, જેનાથી તમારો અનુભવ બદલાઈ જશે. 


આ પણ વાંચોઃ રિલાયન્સ જિયોના શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ ફાયદો


ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પૈસા આપી વેરિફિકેશન સર્વિસ શરૂ થયા બાદ હવે સવાલ તે ઉઠે છે કે આખરે જે લોકોને પહેલાથી વેરીફિકેશન બેઝ મળ્યું છે, તેણે શું કરવું પડશે. તમને જણાવી દઈએ કે આવા લોકોએ ફરીથી પોતાની આઈડી દેખાડવી પડશે, પરંતુ આ વિશે હજુ જાણકારી સામે આવી નથી. પરંતુ તમે પણ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂટિકની મજા લેવા ઈચ્છો છો તો તમારે 699 રૂપિયા આપીને આ સર્વિસનો લાભ મળશે અને તમારૂ સબ્સક્રિપ્શન બંધ થશે તો ફરી નોર્મલ એકાઉન્ટમાં સ્વિચ થઈ જશો. જો તમારે આ સર્વિસ સતત જોઈએ તો દર મહિને તેના પૈસા ભરવા પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube