સેન ફ્રાંસિસ્કો: ન્યૂઝિલેંડમાં મસ્જિદો પર થયેલા હુમલાની ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગની ઘટના બાદ ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર તેના નિયમો વધુ કડક બનાવ્યા છે, જે ખાસકરીને લાઇવ કેમેરા ફીચર સાથે ઉમેરી દેવામાં આવ્યા છે. ફેસબુકની સુધારેલી નિતીઓ અંતગર્ત જે વ્યક્તિ ફેસબુકની સૌથી ગંભીર નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તેને એક નિશ્વિત સમય માટે લાઇવ સ્ટ્રીમિંગ કરવા પર પ્રતિબંધ (જેમ કે પહેલીવાર તેનું ઉલ્લંઘન કરવા પર 30 દિવસ માટે ) કરી દેવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Microsoft ની ચેતવણી: થઇ શકે છે તમારા કોમ્યુટર પર વાયરસનો એટેક, તાત્કાલિક કરો આ કામ


ફેસબુકના ઇંટીગ્રિટી વિભાગના ઉપાધ્યક્ષ ગાય રોસને મંગળવારે એક બ્લોગ લખ્યો. ''વધતા જતા ગુનાઓની સંખ્યાને જોતાં અમે લાઇવમાં હવે એક વન સ્ટ્રાઇક નીતિ લાગૂ કરશે. ઉદાહરણ તરીકે જો કોઇપણ આતંકવાદી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનની લીંક શેર કરે છે, તેને તાત્કાલિક પ્રભાવથી એક નિશ્વિત સમય માટે લાઇવ ફીચરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ કરી દેવામાં આવશે. 

આ દિવસથી મોંઘો થઇ જશે આઇફોન, 8,000 રૂપિયા સુધી વધી શકે છે ભાવ


ન્યૂઝિલેંડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં બે મસ્જિદો પર માર્ચમાં થયેલા હુમલાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ ચલાવ્યા બાદ, ફેસબુકે દાવો કર્યો છે કે તેના 24 કલાકોની અંદર તેણે પોતે ક્રાઇસ્ટચર્ચ હુમલાના લગભગ 15 લાખ વીડિયો નષ્ટ કર્યા હતા. ફેસબુકે એ પણ કહ્યું હતું કે તેણે 12 લાખ વીડિયોને અપલોડ થયા બાદ પ્રતિબંધિત કરી દીધો હતો, ત્યારબાદ તે વીડિયો યૂજર્સ જોઇ શકશે નહી. ક્રાઇસ્ટચર્ચ હુમલાનો મૂળ વીડિયો પ્લેટફોર્મ પરથી દૂર કરતાં પહેલાં 4,000 વિશે જોવામાં આવ્યો હતો.