Technology News: જે લોકો ફેસબુક વાપરે છે તેમના માટે ખુબ મહત્વના સમાચાર છે કારણ કે મેટાના સ્વામિત્વવાળી ફેસબુક કંપની બે ફીચર બંધ કરવા જઈ રહી છે. ફેસબુક જે લોકોના જીવનનો રોજબરોજનો હિસ્સો છે તેમના માટે આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. ફેસબુકે આ અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે આ બંને ફીચર 31 મે 2022 પછી બંધ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બે ફીચર થશે બંધ
ફેસબુકનું લોકેશન બેસ્ડ ફીચર Nearby Friends, લોકેશન હિસ્ટ્રી અને હવામાનની માહિતીવાળું Weather Alerts ફીચર હવે બંધ થવાની તૈયારીમાં છે. આ બંને ફીચર વિશે વાત કરીએ તો પહેલું નીયરબાય ફ્રેન્ડ્સ દ્વારા ફેસબુક યૂઝરને તેના ફેસબુક ફ્રેન્ડ્સના લોકેશનની માહિતી મળે છે. લોકેશન ટ્રેક કરવાની સાથે સાથે તે લોકેશન અન્ય સાથે શેર પણ કરી શકાય છે. જ્યારે બીજુ ફીચર જે Weather Alerts છે તેના દ્વારા યૂઝરને હવામાનની માહિતી અપાય છે. 


અત્રે જણાવવાનું કે કંપનીએ 2014માં Nearby Friends ફીચર લોન્ચ કર્યું હતું. આ સિવાય લોકેશન હિસ્ટ્રી, ટાઈમ અલર્ટ્સ અને બેકગ્રાઉન્ડ લોકેશન પણ ગાયબ થવાની વાતો થઈ રહી છે. કંપનીએ પુષ્ટિ કરતા કહી દીધુ છે કે લોકેશન બેસ્ડ ફીચર્સ માટે 31 મે 2022નો દિવસ એપ પર છેલ્લો દિવસ છે. એટલે કે યૂઝર્સ પછી યૂઝ કરી શકશે નહીં. 


આ તારીખ સુધી ડાઉનલોડ  કરી શકશો ડેટા
હવે તમારા મનમાં એ સવાલ ઉઠતો હશે કે જો ફીચર બંધ થશે તો જૂની લોકેશન હિસ્ટ્રીનું શું થશે. આ અંગે ફેસબુકે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ફીચર ભલે 31 મે સુધી જ ઉપયોગ કરી શકાશે પરંતુ યૂઝર્સને પોતાની લોકેશન હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે પૂરતો સમય મળશે. એટલે કે ફીચર રિમૂવ થયા બાદ પણ યૂઝર્સ પાસે ડેટા ડાઉનલોડ  કરવા માટે વિકલ્પ રહેશે. એટલે કે યૂઝર્સ પોતાની લોકેશન હિસ્ટ્રી સંલગ્ન ડેટા 1 ઓગસ્ટ 2022 સુધી ડાઉનલોડ કરી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube