નવી દિલ્હી: દુનિયાભરમાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક (facebook) અને ઇંસ્ટાગ્રામ (Instagram) યૂજર્સને ગત રાતથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત, અમેરિકા અને યૂરોપ સહિત ઘણા દેશોમાં ફેસબુક એકાઉન્ટ લોગઇન થવામાં સમસ્યા આવી રહી છે. તો કેટલાક યૂજર્સને લાઇક અને કમેંટ કરતાં 'ટેક્નિકલ એરર' શો કરે છે. બુધવાર રાતથી શરૂ થયેલી સમસ્યા ગુરૂવાર સવારે પણ યથાવત છે. ત્યારબાદ ટ્વિટર પર ગુરૂવારે સવારે #FacebookDown અને #InstagramDown ટેગ ટ્રેંડ કરી રહ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Baleno: જાણો કેમ પોપ્યુલર છે આ પ્રીમિયમ કાર


મુશ્કેલી વિશે ટ્વિટર પર લખ્યું
તમામ યૂજર્સને ફેસબુકમાં આવી રહેલી મુશ્કેલી વિશે ટ્વિટર પર લખ્યું છે. ફેસબુકે ઓફિશિયલ ટ્વિટર દ્વારા બુધવારે રાત્રે ટ્વિટ કર્યું કે 'અમને જાણકારી છે કે કેટલાક યૂજર્સને ફેસબુક અને અન્ય એપને એક્સેસ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. અમે આ ઇશ્યૂને જલદીમાં જલદી ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો બીજી તરફ ઇંસ્ટાગ્રામ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું 'અમને જાણકારી છે આ નિરાશાજનક છે, અને અમારી ટીમ આ સમસ્યાને જલદીથી જલદી દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. 

2019 હોન્ડા Grazia ભારતમાં લોન્ચ, કિંમત 64,668 રૂપિયા


કમેંટ અથવા લાઇક કરતાં રિટ્રાઇનો ઓપ્શન
બુધવારે રાત્રે ફેસબુક પર ઘણા યૂજર્સની કમેંટ અથવા લાઇક કર્યા બાદ રિટ્રાઇ કરવાનો ઓપ્શન આવી રહ્યો હતો. તો બીજી તરફ ઇંસ્ટાગ્રામ પર પણ કોઇ અપલોડ લઇ રહ્યું ન હતું. યૂજર્સ સતત ટ્વિટર પર આ વિશે સ્ક્રીન શોટ શેર કરી ફરિયાદ કરી રહ્યા છે. ઘણ યૂજર્સ દ્વાર સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા છે, તેમાં લખ્યું છે કે મેન્ટેનસના કારણે ફેસબુક ડાઉન છે, તેને જલદી ઠીક કરવામં આવશે. 

ટૂંક સમયમાં લોન્ચ થશે Mahindra e-KUV100, જાણો કેવા હશે ફિચર્સ


ફેસબુકે પણ સ્પષ્ટ કર્યું કે આ હેકર્સનો હુમલો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકની અંદર જ આ ટેક્નોલોજી અટકવાનો બીજો મોટો મામલો છે. ગૂગલની પણ સર્વિસ ગત કેટલાક કલાકોથી ડાઉન થઇ હતી, જેમાં ગૂગલ ડ્રાઇવ, હેંગઆઉટ અને અન્ય ફીચર્સ સામેલ છે.