નવી દિલ્હીઃ જો તમે ફેસબુકનો ઉપયોગ કરો છો અને તેની મેસેન્જર એપ્લીકેશનનો ઉપયોગ કરો છો તો તમારા માટે કામના સમાચાર છે. એક રિપોર્ટ પ્રમાણે ફેસબુક મેસેન્જરની એપ્લીકેશન જલદી બંધ થઈ શકે છે. કેટલાક યૂઝર્સને આ સંબંધમાં મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જો તમે પણ મેસેજ માટે કે પછી ચેટિંગ માટે ફેસબુકની મેસેન્જર એપ્લીકેશનનો ઉપયોગ કરો છો તો તમે તેનું બેકઅપ લઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેકક્રંચના રિપોર્ટ પ્રમાણે ફેસબુક પોતાની Messenger Lite App ને આગામી મહિને બંધ કરી શકે છે. કંપની લાઇટ વર્ઝન એપનો ઉપયોગ કરનાર યૂઝર્સને મેસેજ પણ સેન્ડ કરી રહી છે કે, ચેટિંગ કરવા માટે ઓરિજનલ મેસેન્જર એપનો ઉપયોગ કરે. 


આગામી મહિને બંધ થઈ જશે એપ્લીકેશન
કંપનીએ યૂઝર્સ માટે એપ્લીકેશનને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવી દીધી છે. હવે તમે પ્લે સ્ટોર પર એપને સર્ચ કરી શકશો નહીં.  Messenger Lite App એપ વર્તમાન યૂઝર્સ માટે આગામી મહિનાની 18 તારીખે બંધ થઈ જશે, તેથી તમારા માટે જરૂરી છે કે તમે આ તારીખ પહેલા તેમાં રહેલા જરૂરી ચેટનું બેકઅપ લઈ શકો છો. 


આ પણ વાંચોઃ Jio Bharat નો સેલ આ દિવસથી થશે શરૂ, ફીચર ફોનથી કરી શકશો ઓનલાઈન પેમેન્ટ


2016માં થઈ હતી એપ્લીકેશન
તમને જણાવી દઈએ કે મેટાએ 2016માં ફેસબુક મેસેન્જર એપ્લીકેશનનું લાઇટ વર્ઝન લોન્ચ કર્યું હતું. આ સોફ્ટવેરને તે યૂઝર્સને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યો હતો, જેની પાસે નબળો સ્માર્ટફોન હતો જેમાં હેવી સોફ્ટવેર ચલાવવો મુશ્કેલ હતો.  Messenger Lite App ફેસબુક મેસેન્જરની તુલનામાં ઓછી સ્પેસ લે છે અને સાથે તેનો પ્રોસેસિંગ ટાઇમ પણ ખુબ ઓછો છે. મેટાએ આ પહેલા iOS માટે 2020માં મેસેન્જર લાઇટ એપ બંધ કરી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube