જો તમે નિયમિત ફેસબુકનો  ઉપયોગ કરો છો, તો તમારા માટે આ સમાચાર ખરાબ છે. હેકર્સ તમારા એકાઉન્ટને નિશાન બનાવી શકે છે. ગત દિવસોમાં 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક થવાના સમાચાર બાદ કંપનીને તપાસ કરી હતી અને ખતરાને ટાળવા માટે સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. આ તપાસ બાદ ફેસબુકે જણાવ્યું કે, હૈકર્સે 2.9 મિલિયન (2 કરોડ 90 લાખ) યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેઈલ ચોરી લીધી છે. હેકર્સે ફેસબુક સર્વરને લૂંટી લીધો, અને ફેસબુકને ખબર પણ ન પડી. જોકે, હજી આ મામલે માહિતી નથી મળી કે હૈકર્સ આ માહિતીનો કેવો ઉપયોગ કરવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે સેટમાં ડેટા ચોરી કર્યો
ફેસબુકના અનુસાર, હેકર્સે યુઝર્સના બે સેટ ડેટા ચોરી કર્યાં છે. 15 મિલિયન યુઝરનું નામ અને કોન્ટ્રાક્ટ ડિટેઈલની સાથે જ ઈ-મેઈલની જાણકારી પણ ચોરી લીધી છે. બાકી, 14 મિલિયન યુઝર્સના હેકર્સે યુઝર નેમ, જેન્ડર, લેંગ્વેજ, રિલેશનશિપ સ્ટેટસ, રિલીજન, હોમટાઉન, કરન્ટ સિટી, બર્થડેટ, એજ્યુકેશન અને વર્ક વિશે જાણકારી મેળવી છે. ફેસબુકની તરફથી એક બ્લોગ પોસ્ટમાં કહેવાયું છે કે, અમે એફબીઆઈના સંપર્કમાં છીએ, અને આ હુમલાની પાછળ જેનો હાથ છે, તેમના વિશે તપાસ કરવામાં આવી રહી છે. 


આવી રીતે કર્યું હેકિંગ
ફેસબુકના અનુસાર, હેકર્સે વ્યૂ પેજ ફીચર પર એટેક કર્યો છે. જેના દ્વારા તે યુઝર એકાઉન્ટમાં ઘૂસ્યા અને ડેટા ચોરી લીધા છે. તે ફેસબુકનું સૌથી લોકપ્રિય ફીચર છે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ યુઝરની પ્રોફાઈલ લોગઈન કર્યા વગર જોઈ શકે છે. ફેસબુકે હેકિંગ બાદ આ ફીચરને ડિસેબલ કરી દીધું છે. કંપનીના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ ગાઈ રોજને પોતાના બ્લોગ પોસ્ટ પર લખ્યું કે, 25 સપ્ટેમ્બરના રોજ અમારી એન્જિનિયરિંગ ટીમને હેકિંગની જાણકારી થઈ હતી. ત્યા સુધી હેકર્સ 5 કરોડ યુઝરના એકાઉન્ટમાં ચૂનો લગાવી ચૂક્યા હતા.


હેકિંગથી આવી રીતે રહો સાવધાન


  •  ફેસબુકનું કહેવું છે કે યુઝર પોતોના પાસવર્ડ રિસેટ ન કરે.

  •  હેકિંગથી બચવું છે તો ટોકન એકાઉન્ટ રિસેટ કરો, જેથી હેકિંગ ન થાય.

  •  કંપનીએ કહ્યું કે, યુઝરના ડેટાની પ્રાઈવસી અને સુરક્ષા અમારા માટે સૌથી વધુ જરૂરી છે અને અમે તેના માટે માફી માંગીએ છીએ.

  •  જે લોકોને ફેસબુક એકાઉન્ટ લોગઈનમાં તકલીફો આવી રહી છે, તેઓ હેલ્પ સેન્ટરની મુલાકાત લે.

  •  ફેસબુક યુઝરે પોતાના તમામ એકાઉન્ટ પરથી લોગ આઉટ થઈ જવું જોઈએ અને બાદમાં લોગઈન કરે. 

  •  તેઓ પોતાનો પાસવર્ડ બદલીને પણ હેકિંગથી બચી શકે છે. તેના માટે તેમણે ટુ સ્ટેપ વેરિફીકેશન ટુલનો ઉપયોગ કરવો જોઈએ.

  •  યૂઝર પ્રાઈવસી સેટિંગમાં જઈને તમારી તાજી પોસ્ટ અને ફોટો જોઈ શકો છો, કેમ કે હાલ વ્યૂ એજ ફીચર ડિસેબલ કરી દેવાયું છે.