Hindustan Motors To Make Electric Two-wheelers: થોડા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ઉછાળો આવ્યો છે. ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ વધી રહ્યું છે. ઘણા લોકો તેને ખરીદવાનું વિચારી રહ્યા છે. તેને જોતાં બજારમાં ઘણી નવી વિનિર્માતા કંપનીઓ આવી છે, ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે. એટલું જ નહી હવે પોતાના જમાનાની જાણિતી ગાડી એમ્બેસેડરની વિનિર્માત કંપની હિંદુસ્તાન મોટર્સ પણ આગામી વર્ષે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક યૂરોપીય ભાગીદાર સાથે સંયુક્ત ઉદ્યમમાં ઇલેક્ટ્રિ ટુ વ્હીલર વાહનને બજારમાં ઉતારવાની વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે કંપની આગામી સમયમાં ઇલેક્ટ્રિક ફોર વ્હીલર પણ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુસ્તાન મોટર્સના નિર્દેશક ઉત્તમ બોસના અનુસાર બંને કંપનીઓની નાણાકીય તપાસ જુલાઇમાં શરૂ થશે. જેમાં બે મહિના લાગશે. ત્યારબાદ સંયુક્ત સાહસના ટેક્નોલોજી પાસાઓ પર વિચાર કરવામાં આવશે. તેમાં વધુ એક મહિનો લાગશે. તેમણે કહ્યું કે 'ત્યારબાદ જ રોકાણના માળખા વિશે નિર્ણય લેવામાં આવશે અને નવી કંપનીની રચના કરવામાં આવશે. આ કવાયત 15 ફેબ્રુઆરી સુધી પુરી થવાની આશા છે. 

પોતાની ઇજ્જત વેચીને ફૌજને મદદ કરી રહી છે આ મહિલાઓ, આ રીતે કમાયા કરોડો


બોસે કહ્યું કે નવા એકમની રચના બાદ પ્રોજેક્ટના પાયલોટ ટેસ્ટને શરૂ કરવા માટે બે-ત્રણ મહિનાની જરૂર પડશે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે અંતિમ ઉત્પાદ આગામી નાણાકીય વર્ષના અંત સુધી રજૂ કરવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ''ટુ વ્હીલર પ્રોજેક્ટ પુરો થયાના બે વર્ષ બાદ, ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના નિર્માણ વિશે નિર્ણય લેવામાં આવશે. 


એક સમય હતો જ્યારે હિંદુસ્તાન મોટર્સની એમ્બેસેડર કારનો પોતાનો જલવો હતો. તાકતવર અને જાણિતા લોકો એમ્બેસેડર કરા જ ચલાવતા હતા પરંતુ વર્ષ 2014 માં તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે લગભગ 8 વર્ષ બાદ હિંદુસ્તાન મોટર્સ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. આ પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં લાવે છે તો લોકોની તેના સાથે જોડાયેલી યાદો ફરી એકવાર તાજા થઇ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube