Jeep Compass ના ભારતમાં લોન્ચ થયા બે નવા વેરિએન્ટ, જાણો ખૂબીઓ અને કિંમત
જીપ કોમ્પાસ 9- સ્પીડ ઓટોમેટિક રેન્જની રજૂઆત એ વાસ્તવિકતા અધોરેખિત કરે છે કે સિદ્ધ 2.0 લિટર 173 HP 350 Nm ટર્બો- ડીઝલ પાવરટ્રેનનું BSVI- કોમ્પ્લાન્ટ વર્ઝન હવે મુખ્ય પ્રવાહના ઉત્પાદનમાં છે. આ પાવરટ્રેન રાંજણગાવમાં એફસીએના સંયુક્ત સાહસ ઉત્પાદન એકમમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાયું છે.
મુંબઈ: એફસીએ ઈન્ડિયાએ 9- સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે બે ટર્બો-ડીઝલ વેરિયન્ટ્સ રજૂ કરીને જીપ કોમ્પાસ રેન્જમાં વધારાની જાહેરાત કરી છે. બંને વેરિયન્ટ્સમાં લોન્જિટ્યુડ (Longitude) અને લિમિટેડ પ્લસ (Limited Plus) ગ્રાહકોને ઓલ- વ્હીલ ડ્રાઈવ (એડબ્લ્યુડી / 4x4) કોન્ફિગ્યુરેશનમાં ઓફર કરાશે અને તે સ્થાનિક ઉત્પાદિત BSVI- કોમ્પ્લાયન્ટ 2.0 લિટર 173 HP, 350 Nm ટર્બો- ડીઝલ એન્જિન દ્વારા પાવર્ડ છે.
જીપ કોમ્પાસ 4x4 લોન્જિટ્યુડ 9ATગ્રાહકોને રૂ. 21.96 લાખમાં અને લિમિટેડ પ્લસ રૂ. 24.99 લાખ (એક્સ- શોરૂમ, ભારતવ્યાપી)માં મળશે. બુકિંગ્સ અને ટેસ્ટ ડ્રાઈવ્સ 68 ભારતીય શહેરોમાં 80 એફસીએ અધિકૃત ડીલર શોરૂમોમાં ચાલુ છે.
રેન્જના વિસ્તરણ પર બોલતાં એફસીએ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. પાર્થ દત્તાએ જણાવ્યું હતું કે અમે ચાર ડીઝલ ઓટોમેટિક વેરિયન્ટ્સ રજૂ કરીને જીપ કોમ્પાસ રેન્જ મજબૂત અને વિસ્તરણ કરી રહ્યા છીએ, જેમાંથી બેઝ અને ટોપ- એન્ડ વેરિયન્ટ ગ્રાહકોને તાત્કાલિક મળી શકશે. બંને વેરિયન્ટ વધુ ઈક્વિપમેન્ટ ઓફર કરે છે, જેને લીધે ગ્રાહકોને વેલ્યુ- ફોર- મની પરિમાણ મળે છે, જે અમે માનીએ છીએ કે સેગમેન્ટમાં અમારો હિસ્સો વધારશે. આ રજૂઆત અમને કાનૂની આખર તારીખના બહુ પૂર્વે ગ્રાહકોને અમારા સ્થાનિક સ્તરે તૈયાર કરાયેલા BSVI- કોમ્પ્લાયન્ટ 2.0 લિટર ટર્બો એન્જિન પાવરટ્રેન પ્રદાન કરવાની પણ તક આપશે.
[[{"fid":"249787","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jeep_Compass","field_file_image_title_text[und][0][value]":"Jeep_Compass"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jeep_Compass","field_file_image_title_text[und][0][value]":"Jeep_Compass"}},"link_text":false,"attributes":{"alt":"Jeep_Compass","title":"Jeep_Compass","class":"media-element file-default","data-delta":"1"}}]]
જીપ કોમ્પાસ ડીઝલ ઓટોમેટિક વ્યૂહરચના
જીપ કોમ્પાસ 9- સ્પીડ ઓટોમેટિક રેન્જની રજૂઆત એ વાસ્તવિકતા અધોરેખિત કરે છે કે સિદ્ધ 2.0 લિટર 173 HP 350 Nm ટર્બો- ડીઝલ પાવરટ્રેનનું BSVI- કોમ્પ્લાન્ટ વર્ઝન હવે મુખ્ય પ્રવાહના ઉત્પાદનમાં છે. આ પાવરટ્રેન રાંજણગાવમાં એફસીએના સંયુક્ત સાહસ ઉત્પાદન એકમમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાયું છે.
જીપ ડીઝલ ઓટોમેટિક રેન્જ ખાસ કરીને મધ્યમ રેન્જના પ્રકાર લોન્જિટ્યુડમાં ઈક્વિપમેન્ટનો સ્તર થોડી વધુ ઊંચાઈ પર લઈ જાય છે. જીપ કોમ્પાસનો મોટો ભાગનો ગ્રાહક વર્ગ રેન્જની ઉચ્ચ કક્ષા તરફ વળી રહ્યો હતો, જેથી આ પ્રકાર જે ઓફર કરે છે તેની તુલનામાં લોન્જિટ્યુડમાં વધુ ઈક્વિપમેન્ટનો ઉમેરો ઈચ્છુક ગ્રાહકો માટે વધુ આકર્ષક બની રહેશે. લોન્જિટ્યુડ અને લિમિટેડ પ્લસ વચ્ચે કિંમત અને ઈક્વિપમેન્ટના સ્તર બંને પ્રકારમાં ઈચ્છુક ગ્રાહકોને ન્યાય આપવા માટે વચ્ચે અંતર બહુ નોંધનીય છે.
જીપ કોમ્પાસ લોન્જિટ્યુડ4x4 ટર્બો- ડીઝલ 9- સ્પીડ ઓટોમેટિક
લોન્જિટ્યુડ પેકેજ હવે વધુ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટમાં પેક્ડ છે, જેમ કે, ક્રુઝ કંટ્રોલ (આ ટ્રિમમાં પહેલી વાર રજૂ કરાયું છે), વિશાળ 7- ઈંચ યુકનેક્ટ સ્ક્રીન સાથે રિવર્સ કેમેરા અને ડાયનેમિક ગ્રુડ લાઈન્સ ફંકશનાલિટી, ડ્યુઅલ ઝોન એર કંડિશનિંગ અને ટુ- ટોન ઈન્ટીરિયર, વાહનમાં પેસિવ એન્ટ્રી અને પુશ બટન સ્ટાર્ટથી સમૃદ્ધ છે. કોમ્પાસના પોર્ટફોલિયોમાં બધા પ્રકારની જેમ લોન્જિટ્યુડમાં સ્ટાન્ડર્ડ ફીચર્સમાં ઓલ- સીઝન ટાયર્સ સાથે 17 ઈંચ એલોયઝ શોડ, એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) જેવા સુરક્ષાનાં સહાયકો, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ઈએસસી), ટ્રેકશન કંટ્રોલ (ટીસી) અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ (એચએસએ), સર્વ ફોર વ્હીલ પર ડિસ્ક બ્રેક્સ, ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક (ઈપીબી) અને ઉત્તમ ફ્રિક્વન્સી ડેમ્પ્ડ સસ્પેન્શન (એફએસડી)થી તે સમૃદ્ધ છે. તેમાં ચુનંદા ટેરેન એડબ્લ્યુડી સિસ્ટમમાં જીપ 4x4 DNA છે, જે 4 મોડથી સમૃદ્ધ છે, જેમાં ઓટો, સેન્ડ, મડ અને સ્નોનો સમાવેશ થાય છે.
જીપ કોમ્પાસ લિમિટેડ પ્લસ 4x4 ટર્બો- ડીઝલ 9-સ્પીડ ઓટોમેટિક
લિમિટેડ પ્લસ જીપ કોમ્પાસ પોર્ટફોલિયોમાં નોન- ટ્રેઈલ રેટેડ પ્રકારમાં ટોચે રહી છે અને બેઝ અને મધ્યમ પ્રકાર અને લાઈન-અપમાં અપાતા સૌથી પ્રીમિયમ વધારાના ફીચર્સમાં ઓફર કરાતાં બધાં ઈક્વિપમેન્ટ અને ફીચર્સથી સમૃદ્ધ છે.
લિમિટેડ પ્લસમાં અન્ય મુખ્ય ફીચર્સમાં વિશાળ 8.4 ઈંચ યુકનેક્ટ ઈન્ફોટેઈનમેન્ટ સ્ક્રીન, ડ્યુઅલ- પેન પેનોરમિક સન / મૂન રૂફ, પ્લશ લેધર ઈન્ટીરિયર્સ, ડ્રાઈવર માટે 8- વે પાવર્ડ સીટ, ઓટો હેડલેમ્પ્સ, રેઈન સેન્સિટિવ વાઈપર્સ, ઓટો- ડિમિંગ આઈઆરવીએમ અને છ એરબેગ્સ સાથે 18 ઈંચ એલોય વ્હીલ્સ સહિત અન્ય ઘણા બધા સ્ટાન્ડર્ડ ફીચર્સનો સમાવેશ થાય છે.
ડો. દત્તાએ અંતમાં જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને ફક્ત પ્રોડક્ટ નહીં પણ લાઈફસ્ટાઈલ આપીએ છીએ. જીપ કોમ્પાસ આજના ગ્રાહકો વાહનમાં અપેક્ષા રાખે તે દરેક જરૂરી ઈલેક્ટ્રોનિક સુવિધાજનક ફીચરથી સમૃદ્ધ છે અમે હંમેશાં મજબૂત એન્જિનિયરિંગ, બાંધછોડ વિનાની સુરક્ષા અને બેજોડ4x4 ક્ષમતાના અમારા ફંડામેન્ટલ્સને જાળવી રાખ્યા છે, જે સર્વ 80 વર્ષના મજબૂત જીપના વારસાને સાર્થક કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube