Festive Season Saleમાં એક કંપનીની ધમાલ, ફટાફટ વેચાઈ રહ્યાં છે તમામ ડિવાઈસ
ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર હાલ ફેસ્ટીવ સીઝન ચાલી રહી છે. જેમાં સેલમાં ધડાધડ પ્રોડક્ટ વેચાઈ રહ્યાં છે. ખાસ કરીને મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તો હાથોહાથ વેચાઈ રહી છે. આ લિસ્ટમાં હવે ચીનના સ્માર્ટફોન મેકર Xiaomiએ દિવાળી સેલમાં પ્રોડક્ટ વેચાણ પર નવી સફળતા મેળવી છે. કંપનીના એમડી (India)ના અનુસાર, શ્યાઓમીએ સેલની શરૂઆતના કેટલાક કલાકોમાં જ 15 લાખથી વધુ ડિવાઈસ વેચી દીધા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કંપની દર સેકન્ડમાં 10 ડિવાઈસ વેચ્યા છે.
નવી દિલ્હી :ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર હાલ ફેસ્ટીવ સીઝન ચાલી રહી છે. જેમાં સેલમાં ધડાધડ પ્રોડક્ટ વેચાઈ રહ્યાં છે. ખાસ કરીને મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તો હાથોહાથ વેચાઈ રહી છે. આ લિસ્ટમાં હવે ચીનના સ્માર્ટફોન મેકર Xiaomiએ દિવાળી સેલમાં પ્રોડક્ટ વેચાણ પર નવી સફળતા મેળવી છે. કંપનીના એમડી (India)ના અનુસાર, શ્યાઓમીએ સેલની શરૂઆતના કેટલાક કલાકોમાં જ 15 લાખથી વધુ ડિવાઈસ વેચી દીધા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કંપની દર સેકન્ડમાં 10 ડિવાઈસ વેચ્યા છે.
અંબાજી અકસ્માત : 22 મુસાફરોને મોતના મુખમાં ધકેલનાર ડ્રાઈવરનો બેદરકારીભર્યો વીડિયો થયો વાયરલ
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, તેનો મતલબ એ છે કે કંપનીએ ઓફિશિયલ વેબસાઈટ http://Mi.com ઉપરાંત Flipkart અને Amazon પર શરૂઆતના કેટલાક કલાકોમાં 1.5 મિલિયન એટલે કે 15 લાખ ડિવાઈસ વેચ્યા છે. કંપનીએ કહ્યું કે, આ 15 લાખથી વધુ ડિવાઈસમાં સ્માર્ટફોન, મી ટીવી, આઈઓટી અને ઈકોસિસ્ટમ પ્રોડક્ટ્સ સામેલ છે. જોકે, તેમાં સૌથી વધુ સંખ્યા સ્માર્ટફોન્સની છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :