અમદાવાદ: સિમ્સ હૉસ્પિટલે આજ સુધીમાં નવી ક્રાંતિકારી 'તાવી' (ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ અથવા ઈમ્પ્લાન્ટેશન) ટેકનોલોજીનો ઉપયોગ કરીને 100 ટકા સફળતા સાથે 8 સફળ ઓપરેશન કર્યા છે.'તાવી' (ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ અથવા ઈમ્પ્લાન્ટેશન) ને ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ (ટીએવીઆર) તરીકે ઓળખવામાં આવે છે,કારણકે આ પ્રક્રિયા મારફતે ખરાબ એઓર્ટીક વાલ્વને બદલે માનવ સર્જીત વાલ્વ મૂકવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તા.13 માર્ચના રોજ ગંભીર બિમારી ધરાવતા એઓર્ટીક સ્ટેનોસિસના બે દર્દીઓના રૂટીન ઓપન હાર્ટ સર્જરી વગર ઓપરેશન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બંને કેસ એવા છે કે જેમાં પર્ક્યુટેનિયસ માય વાલ્વ (ઈન્ડીયન બલૂન એક્સપાન્ડેબલ વાલ્વ) જાગૃત અવસ્થામાં બેસાડવામાં આવ્યો છે (આ એવો પ્રથમ કિસ્સો છે કે જેમાં દર્દી સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હતો). આ ઓપરેશન દ્વારા સિમ્સ હોસ્પિટલે ગુજરાતમાં તબીબી ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. ભારતમાં અંદાજે 15 લાખ જેટલા ગંભીર પ્રકારના એઓર્ટીક દર્દીઓ છે, જેમાંથી 5 લાખ દર્દીઓનું ઓપરેશન થઈ શકે તેમ નથી. એઓર્ટીક સ્ટેનોસીસ એ હૃદયના એઓર્ટીક વાલ્વ તરીકે ઓળખાતા મહત્વના વાલ્વની સંકોચાઈ જવાની પ્રક્રિયા છે. ગંભીર એઓર્ટીક  સ્ટેનોસીસ ધરાવતા દર્દીને સારવાર ના મળે તો બે વર્ષમાં મોતનું 50 ટકા જોખમ રહે છે.


સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદના ચેરમેન અને સિનિયર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ- ડો. કેયૂર પરીખે માહિતી આપતાં જણાવ્યું હતું કે "તબીબી દુનિયાના ક્લિનિકલ ક્ષેત્રમાં એવા જૂજ ઉદાહરણ છે કે  જેમાં ઝડપભેર અને કાળજીથી તાવીનો ઉપયોગ કરાયો હોય. 40 વર્ષ અગાઉ એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવતી હતી તેના બદલે, આ પ્રક્રિયા હાથ ધરાય છે. આ નવી ક્રાંતિકારી ટેકનોલોજીને આજ સુધીની સૌથી મહત્વપૂર્ણ પ્રગતિ તરીકે ઓળખવામાં આવે છે."


પ્રથમ કિસ્સામાં 72 વર્ષની વયના એક દર્દીને અતિ ગંભીર કેલ્સીફીક એએસનું ભારે જોખમ હતું અને તેમાં 100 એમએમ ગ્રેડીયન્ટ એવીએઃ 0.5 સેન્ટીમીટર - 2 સાથે અગાઉના સીએબીજી, રીનલ ઈનસફિસિયન્સી, સિવીયર સીઓપીડી, કે જેમાં માત્ર 49 કી.ગ્રા. જેટલું ઓછુ વજન હતું- એસટીએસ સ્કોરઃ6.5 ટકા મૃત્યુ દર, ડો. કેયૂર પરીખની આગેવાની હેઠળની ટીમ દ્વારા તાવી પ્રોસિજરથી આ દર્દીનું સિમ્સ હૉસ્પિટલ ખાતે આજે 20 એમએમના માય વાલ્વ વડે ઓપરેશન કરવામાં આવ્યું હતુ જેનો ભારતીય વાલ્વ મેરિલ  પાસેથી મેળવાયો હતો.


"અન્ય એક કિસ્સામાં દર્દી અતિશય મેદસ્વી હતો અને 90 કી.ગ્રા. વજન અને 15 થી 20 ટકા ઈએફ હોવાના કારણે ભારે જોખમ હતું. તેની પર લૉ ફ્લો, લૉ ગ્રેડિયન્ટ તાવી ઓપરેશન બુધવારના રોજ સિમ્સ હૉસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 29 એમએમનો મેરીલનો માય વાલ્વ ડો. મિલન ચગની આગેવાની હેઠળ નિષ્ણાતોની ટીમે બેસાડ્યો હતો. ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ (ટીએવીઆર) 10 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને એ દ્વારા કાર્ડિયોવાસ્ક્યુલર તબીબી ક્ષેત્રે ભારે પરિવર્તન આવ્યું હતું. અસંખ્ય કિલિનિકલ ટ્રાયલ્સ અને પૂરાવા આધારિત સંશોધનોને કારણે દુનિયાભરના તબીબી સમુદાયે હવે સ્વિકાર્યું છે કે આ પ્રક્રિયા આગળ જતાં સ્વિકાર્ય બનશે અને વિકસતી રહેશે." તેમ સિમ્સ હૉસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર અને સિનિયર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. મિલન ચગે જણાવ્યું હતું.


બંને કિસ્સાઓમાં કાર્ડિયાક ટીમમાં ડો. કેયૂર પરીખ, ડો. મિલન ચગ, ડો. વિપુલ કપૂર અને ડો. વિનીત સાંખલાનો સમાવેશ થતો હતો. જ્યારે બંને કિસ્સાઓમાં કાર્ડિયાક સર્જરી ટીમમાં ડો ધિરેન શાહ,     ડો. ધવલ નાયક, ડો. નિરેન ભાવસાર, ડો. હિરેન ધોળકીયા અને ડો. ચિંતન શેઠનો સમાવેશ થતો હતો.  છેલ્લા એક દાયકામાં આશરે 3 લાખ દર્દીઓને દુનિયાભરમાં ટીએવીઆર કરાયું છે અને તેનો ઉપયોગ વાર્ષિક 40 ટકાના દરે વધતો જાય છે. ટીએવીઆરનું ક્ષેત્ર ઝડપભેર વિકસી રહ્યું છે અને ટેકનોલોજીમાં , પ્રોસીજરની ટેકનિકમાં તથા દર્દીની પસંદગીમાં અને બાયોમેડિકલ એન્જીનિયરીંગમાં મહત્વના સુધારા થયા છે.


ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ (ટીએવીઆર) આશિર્વાદરૂપ બન્યું છે અને એઓર્ટીક સ્ટેનોસીસની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે ઉત્તમ વિકલ્પ છે. સ્ટેનોસીસની સમસ્યા મોટી ઉંમરે થાય છે. બાયપાસ સર્જરી કરાવી હોય અથવા તો ફેફસાં અથવા કિડનીના રોગનો ઈતિહાસ ધરાવતા કિસ્સાઓમાં આવી ઓપન સર્જરી કરવી મુશ્કેલ બને છે. એઓર્ટીક સ્ટેનોસીસ માટે જે અત્યંત સામાન્ય સારવાર ઉપલબ્ધ છે તે ઓપન હાર્ટ સર્જરી છે. તાજેતરમાં ટ્રાન્સકેથેટર એઓર્ટીક વાલ્વ રિપ્લેસમેન્ટ (ટીએવીઆર) હાઈ રિસ્ક એઓર્ટીક સ્ટેનોસીસના દર્દીઓ માટે આશાસ્પદ વિકલ્પ બન્યો છે અને તેમાં ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર નવો વાલ્વ બેસાડી શકાય છે.