Revolutionary Ear Transplant: અમેરિકામાં ડોક્ટરોએ 20 વર્ષની યુવતીની કોશિકાઓનો ઉપયોગ કરીને 3ડી પ્રિન્ટેડ ટેક્નોલોજીથી કાનનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું છે. અત્રે ખાસ જણાવવાનું કે 'બાયોપ્રિન્ટેડ લિવિંગ ટિશ્યુ ઈમ્પ્લાન્ટ'નો આ દુનિયાનો પહેલવહેલો કેસ છે. યુવતીના કાનનું પ્રત્યારોપણ એ રીતે કરાયું છે કે તે જોવામાં અને આકારની રીતે બીજા કાન સાથે મેળ ખાતો હોય અને અદ્દલ કુદરતી કાન જેવો જ લાગે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેક્સિકોમાં રહેતી એલેક્સા માઈક્રોટિયા બીમારીથી પીડાય છે. જન્મથી જ તેને આ બીમારી છે. આ એક એવી દુર્લભ બીમારી છે કે જેના કારણે કાનનો બહારનો ભાગ નાનો અને ખોટો પડી જાય છે. સાંભળવાની શક્તિ ઉપર પણ અસર થાય છે. દર વર્ષે અમેરિકામાં લગભગ 1500 બાળકો આ બીમારી સાથે જન્મે છે. 


ન્યૂયોર્કની એક પુનર્યોજી દવા કંપની છે 3DBio Therapeutics જે માઈક્રોટિયાથી પીડિત લોકોનું પ્રાથમિક સ્તરે નિદાન પરીક્ષણ કરે છે. કંપનીએ ટેક્સાસમાં માઈક્રોટિયા-કોન્ઝેનિટલ ઈયર ડિફોર્મિટી ઈન્સ્ટિટ્યૂટ સાથે મળીને એલેક્સાના કાન પ્રત્યારોપણ પર કામ કરવાનું શરૂ કરી દીધુ. જે હેઠળ એન એન્ટનિયોમાં એક  બાળ ચિકિત્સા કાન પુર્નનિર્માણ સર્જન ડો. આર્ટુરો બોનિલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો. 


ડોક્ટરે ઓરીનોવો ઈમ્પ્લાન્ટનો ઉપયોગ કરી આ કાનનું પુર્નનિર્માણ કર્યું. આ પદ્ધતિ કઈક એવી હતી કે જેમાં તેમણે માઈક્રોટિયા કાન અવશેષોમાંથી અડધા ગ્રામ ઉપાસ્થિને હટાવી યુવતીના કાનની સર્જરી કરી. ત્યારબાદ તેને 3ડી સ્કેન સાથે ક્વીન્સના લોંગ આઈલેન્ડ સિટીમાં 3DBio Therapeutics માં મોકલી દીધુ. તે પહેલા તેમણે ઉપાસ્થિ બનવા માટે જવાબદાર ચોન્ડ્રોસાઈટ્સ કોશિકાઓને ટિશ્યૂના નમૂનાઓથી અલગ કર્યા અને પોષક તત્વોના ઘોળમાં નાખી દેવાયા. જેનાથી તે અબજો કોશિકાઓમાં ફેરવાઈ ગયા. ત્યારબાદ તેમને એક સિરિન્જની મદદથી ખાસ 3ડી બાયો પ્રિન્ટરમાં નાખવામાં આવ્યા અને એવો આકાર આપવામાં આવ્યો કે જે બરાબર યુવતીના સ્વસ્થ કાન જેવો હતો. ડો. બોનિલાએ એલેક્સાની જોલાઈનની બરાબર ઉપર ત્વચા નીચે કાનનું પ્રત્યારોપણ કર્યું. તેમણે ઈમ્પ્લાન્ટની આજુબાજુની ત્વચાને ખેંચીને એક કાનનો આકાર આપી દીધો. 


એકદમ સાચા જેવો કાન મેળવીને યુવતી તો એકદમ ખુશખુશાલ થઈ ગઈ છે. તે કહે છે કે જ્યારે તમને નાના હોવ ત્યારે તમે તમારી છબીને લઈને ખુબ સજાગ હોવ છો. કેટલાકે તો મને કાન ન હોવા અંગે એવી એવી વાતો કરી કે જેની હું કલ્પના પણ ન કરી શકું. ટોણાથી પરેશાન થઈને હું ઈચ્છવા લાગી કે મને કાન મળી જાય. તેની શોધમાં હું અહીં પહોંચી ગઈ. પહેલા તો મારે કાન ન હોવાના કારણે વાળ ખુલ્લા જ રાખવા પડતા હતા પરંતુ હવે વાળ બાંધી શકીશ. એલેક્સ હવે કાન મેળવીને ખુબ આનંદમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube