તમારા ડેટાની પ્રાઈવસી સુરક્ષિત રાખવા માટે શા માટે જરૂરી છે ડિજિટલ ઓળખ?
ડેટા પ્રાઈવસી એટલે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની ભાષામાં માહિતીની પ્રાઈવસી. તેમાં તમારી અંગત માહિતીનો ત્રીજી વ્યક્તિ કેટલો ઉપયોગ કરી શકે છે, તેના સુધી કેટલા લોકો પહોંચી શકે છે વગેરે. ટૂંકમાં, તમારી ઓનલાઈન જે કોઈ ડિજિટલ માહિતી છે તેના પર તમારો માલિકી હક્ક. એટલે કે, તમારી અંગત માહિતી પર તમારો પોતાનો અધિકાર.
નવી દિલ્હીઃ ભારતમાં આધાર કાર્ડે લોકોને તેમની ડિજિટલ ઓળખ પુરી પાડી છે. જોકે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના કારણે ખાનગી કંપનીઓ માટે એક નવી મુશ્કેલી સર્જાઈ છે, કેમ કે સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડની માહિતીની પહોંચ મર્યાદિત લોકો માટે જ રાખવાનો આદેશ આપ્યો છે. તેના કારણે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સેવાઓ અને વીમા સહિત અન્ય ખાનગી કંપનીએ જે કે ઈલેક્ટ્રોનિક KYC માટે આધાર કાર્ડ પર આધારિત હતી, તેમના માટે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે.
જોકે, હવે Yoti અને Veri5Digital જેવી કંપનીઓ બજારમાં આવી છે અને તેમણે યુઝર્સ માટે તેમનો ડિજિટલ ડેટા સુરક્ષિત રીતે પુરો પાડવાનું એક નવું સમાધાન પુરું પાડ્યું છે. સેવા પ્રદાતા કંપનીઓ પણ નવા પ્રાઈવસીના કાયદાનું પાલન કરવાની સાથે યુઝર્સના ડાટાનો ઉપયોગ કરી શકે છે.
ડિજિટલ ઓળખ શું છે?
ડિજિટલ ઓળખની સામાન્ય ભાષા એવી રીતે કરી શકાય કે, "ઓનલાઈન રહીને એક કમ્પ્યુટર સિસ્ટમ તમે કોણ છો તે વાંચી શકે. જેમાં તમારા ઓનલાઈન વ્યવહારનો પણ સમાવેશ થાય છે. જેમ કે તમે શું બ્રાઉઝ કરો છો? તમે શું ખરીદો છો અને કઈ વેબસાઈટની મુલાકાત લીધી છે? તમારું સોશિયલ મીડિયા યુઝરનેમ શું છે? તમે કયા પેજને ફોલો કરો છો? સોશિયમ મીડિયાની કઈ પોસ્ટ પ્રત્યે તમે આકર્ષિત થાઓ છો? ટૂંકમાં એ દરેક બાબત જે તમારી ઓનલાઈન ઓળખ પ્રસ્થાપિત કરતી હોય." ભારતમાં ડિજિટલ ઓળખ એટલે તમારી અંગત માહિતી, જેમાં તમારા નામ,સરનામા અને શારીરિક વિગતોનો સમાવેશ થાય છે.
Whatsapp યૂઝર્સ માટે આનંદના સમાચાર, બહુ જલદી આ ફીચરની થશે એન્ટ્રી, લીક થયા PHOTOS
ડેટા પ્રાઈવસી એટલે શું?
ડેટા પ્રાઈવસી એટલે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની ભાષામાં માહિતીની પ્રાઈવસી. તેમાં તમારી અંગત માહિતીનો ત્રીજી વ્યક્તિ કેટલો ઉપયોગ કરી શકે છે, તેના સુધી કેટલા લોકો પહોંચી શકે છે વગેરે. ટૂંકમાં, તમારી ઓનલાઈન જે કોઈ ડિજિટલ માહિતી છે તેના પર તમારો માલિકી હક્ક. એટલે કે, તમારી અંગત માહિતી પર તમારો પોતાનો અધિકાર.
તમારી ડિજિટલ ઓળખ સુધી કોણ પહોંચી શકે?
અત્યારે માર્કેટમાં જે ડિજિટલ ઓળખ પુરી પાડતી એપ્લિકેશન આવી ગઈ છે તેમાં એવું ફીચર હોય છે કે તમે તમારો ડેટા કોઈ અન્ય વ્યક્તિ કે સર્વિસ પ્રોવાઈડરને ડીજિટલ ફોર્મેટમાં એક સુરક્ષિત કનેક્શન મારફતે પુરો પાડી શકો છો. તેમાં તમારો ડેટા કોણ એક્સેસ કરી શકે છે તેના ઉપર તમારું સંપૂર્ણ નિયંત્રણ હોય છે.
આ પ્રકારની એપમાં તમે સર્વિસ પ્રોવાઈડરને જેટલી માહિતી આપવાની હોય તેટલી જ આપી શકો છો. તેમાં કોઈ મધ્યસ્થી કે થર્ડ પાર્ટીની જરૂર રહેતી નથી. સાથે જ સર્વિસ પ્રોવાઈડર તમારી પાસે જેટલી માહિતી માગે તેટલી માહિતી જ તમે તેને એપ દ્વારા આપી શકો છો, તમારી અન્ય માહિતી તમારી પાસે સુરક્ષિત રહે છે.
આજે દુનિયા એક બીજા સાથે વધુ કનેક્ટેડ થઈ ગઈ છે, તેવા સંજોગોમાં પેપર આધારિત માહિતી સુરક્ષિત રહી નથી. તેની સામે ઓનલાઈન ડિજિટલ ઓળખમાં તમારે તેને નિયંત્રિત રાખી શકો છો, ઝડપથી શેર કરી શકો છો, તેના દુરૂપયોગની સંભાવના નહિંવત રહે છે અને તમારા ડેટા પર તમારો સંપૂર્ણ અધિકાર જળવાઈ રહે છે.
જુઓ LIVE TV....