નવી દિલ્હી: ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટે પોતાના યૂઝર્સના વેલેન્ટાઈન ડેને ખાસ બનાવવા માટે પોતાના પેજ પર એક સેલ રજૂ કર્યુ છે. જેનું નામ છે મોબાઈલ્સ બોનાન્ઝા. 9 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ સેલમાં તમને અનેક પ્રકારના સ્માર્ટફોન્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી શકે તેમ છે. આજે અમે તમને એક જબરદસ્ત 5જી સ્માર્ટફોન Poco M3 Pro 5G પર મળનારી ઓફર અંગે વાત કરી રહ્યા છે જેનાથી તમે 17,999 રૂપિયાની કિંમતવાળો ફોન માજ્ઞ 224 રૂપિયામાં ખરીદી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5જી સ્માર્ટફોન પર ભારે છૂટ
અહીં અમે Poco M3 Pro 5G સ્માર્ટફોનની વાત કરી રહ્યા છીએ. જેને 13 ટકા ડિસ્કાઉન્ટ બાદ ફ્લિપકાર્ટ પર 15,499 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ સ્માર્ટપોનની અસલ કિંમત 17,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન ખરીદતી વખતે જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને 5 ટકા 775 રૂપિયાનું કેશબેક મળી જશે. જેનાથી તમારા ફોનની કિંમત ઘટીને 14,724 રૂપિયા થઈ જશે. 


Hijab Controversy: પોસ્ટર ગર્લ મુસ્કાનના ઘરે કેમ થઈ રહ્યું છે મોદી-મોદી? કાકાએ કરી આ મહત્વની વાત


એક્સચેન્જ  ઓફરે મચાવી ધમાલ
Poco M3 Pro 5G પર મળનારી ઓફર્સમાં એક એક્સચેન્જ ઓફર પણ સામેલ છે. પોતાના જૂના સ્માર્ટફોનના બદલામાં આ 5જી સ્માર્ટફોન ખરીદવા પર તમે 14,500 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમે આ એક્સચેન્જ ઓફરનો પૂરેપૂરો લાભ મેળવશો તો તમારા માટે સ્માર્ટફોનની કિંમત 14,724 રૂપિયા ઘટીને ફક્ત 224 રૂપિયા રહી જશે. 


પ્રાણની એક ખરાબ આદતે તેમને બનાવી દીધા ઈન્ડસ્ટ્રીના સૌથી શાનદાર વિલન!, જાણો રસપ્રદ કિસ્સો


આ 5જી સ્માર્ટફોનના ફીચર્સ
પોકોનો આ સ્માર્ટફોન  Poco M3 Pro 5G 6GB RAM  અને 128 જીબીના ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. મીડિયાટેક ડાયમેન્સિટી 700 ચિપસેટ પર કામ કરનારા આ સ્માર્ટફોનમાં તમને 6.5 ઈંચનો ફૂલ એચડી + ડોટ ડિસ્પ્લે અને 5000mAh ની બેટરી પણ મળશે. કેમેરાની વાત કરીએ તો આ ફોન એક ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ સાથે આવે છે. જેમાં પ્રાઈમરી સેન્સર 48MP નો છે. અને બાકીના બંને સેન્સર્સ 2-2MP ના છે. જેમાં તમને 8MP નો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવી રહ્યો છે. 


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફ્લિપકાર્ટની આ મોબાઈલ બોનાન્ઝા સેલની સ્કિમ 14 ફેબ્રુઆરીએ ખતમ થઈ જશે. આ સેલનો ફાયદો ઉઠાવવા માટે તમારી પાસે ફક્ત બે દિવસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube