WhatsApp યૂઝર્સ સાવધાન! ખુબ વપરાતી આ ફ્રી સર્વિસ જૂનથી બંધ થશે! માસિક 130 રૂ. ચૂકવવા પડશે
જો તમે વોટ્સએપ ચેટબેકઅપ માટે વધુ જગ્યા ઈચ્છતા હોવ તો તમારે 15 જીબી ઉપરાંત અલગથી ક્લાઉડ સ્ટોરેજ લેવી પડશે. આ માટે તમારે માસિક 130 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલે ગૂગલ ડ્રાઈવ માટેના પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે આ વર્ષ જૂન સુધીમાં અમલમાં આવી શકે છે.
જો તમે વોટ્સએપ વાપરતા હોવ તો તમારા માટે જરૂરી સમાચાર છે. કારણ કે આ વર્ષ 2024ના પહેલા હાફ એટલેકે જૂન સુધીમાં ફ્રી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ બંધ કરી દેવામાં આવશે. આવામાં તમને જૂના મેસેજનો બેકઅપ મળી શકશે નહીં. હાલ તમે જેવું વોટ્સએપમાં લોગઈન કરો કે તમને તમારા જૂના મેસેજનો બેકઅપ મળી જતો હોય છે. પરંતુ જૂન 2024 પછી આવું બની શકશે નહીં. જાણો આ અંગે વિસ્તારથી....
શું છે વિગતો
વોટ્સએપ ચેટનો ફ્રી ગુગુલ ડ્રાઈવ ચેટ બેકઅપ મળતો હતો પરંતુ ગૂગલે વોટ્સએપ ચેટ માટે અલગથી ડ્રાઈવ બેકઅપ આપવાની ના પાડી દીધી છે. આવામાં એન્ડ્રોઈડ ડિવાઈસ યૂઝર્સને કુલ 15 જીબી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ બેકઅપ મળશે, તેમાં તમને જીમેઈલ, ડ્રાઈવ અને વોટ્સએપ ચેટબેકઅપ ઓફર કરાશે.
ચૂકવવા પડશે 130 રૂપિયા
જો તમે વોટ્સએપ ચેટબેકઅપ માટે વધુ જગ્યા ઈચ્છતા હોવ તો તમારે 15 જીબી ઉપરાંત અલગથી ક્લાઉડ સ્ટોરેજ લેવી પડશે. આ માટે તમારે માસિક 130 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલે ગૂગલ ડ્રાઈવ માટેના પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે આ વર્ષ જૂન સુધીમાં અમલમાં આવી શકે છે. જો કે નવા નિયમ લાગૂ થાય તેના 30 દિવસ પહેલા દરેક યૂઝરને નોટિફિકેશન મોકલીને સૂચિત કરાશે. આમ તો નવા ફેરફારને વોટ્સએપ બીટા અપડેટ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દેવાયું છે.
એવું લાગી રહ્યું છે કે વોટ્સએપ તરફથી ગૂગલ બેકઅપ તરીકે મલ્ટી મીડિયા ફાઈલ જેમ કે ફોટા અને વીડિયોને હટાવવામાં આવી શકે છે. જ્યારે ટેક્સ્ટનો ક્લાઉડ સ્ટોરેજ આપી શકે છે. તેનાથી ઓછા ક્લાઉડ સ્ટોરેજમાં કામ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube