28 દિવસના રિચાર્જમાં એક વર્ષ Disney+ Hotstar એકદમ Free, જિયોનો ગજબ પ્લાન
રિલાયન્સ જિયો તરફથી એક એવો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે, જેમાં યૂઝર્સને એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. કંપનીનો આ પ્લાન માત્ર 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ માર્કેટમાં સૌથી વધુ યૂઝર્સ રિલાયન્સ જિયો પાસે છે અને કંપની પાસે ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન્સ છે. કંપની કેટલાક રિચાર્જ પ્લાન પર યૂઝર્સને ઓટીટી સેવાઓનું સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. પરંતુ ઓટીટી સેવાઓનો ફાયદો લાંબા સમય માટે લેવો હોય તો મોંઘા રિચાર્જ કરાવવા જરૂરી છે. અમે તમારા માટે એક ખાસ પ્લાનની જાણકારી લાવ્યા છીએ.
જિયોનો ખાસ ઓટીટી પ્લાન
જિયો તરફથી એક એવો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે, જેનું રિચાર્જ કરાવવા પર એક વર્ષ માટે Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. સારી વાત છે કે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સિવાય ડેલી ડેટાનો ફાયદો મળે છે. આ સિવાય પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ હવે Google Maps પર દેખાશે તમારું ઘર, જાતે જ રજિસ્ટર કરી શકો છો Location
જિયોના પ્લાનની કિંમત
રિલાયન્સ જિયોના સસ્તા પ્રીપેડ પ્લાનની કિંમત 598 રૂપિયા છે અને તે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનનું રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને વેલિડિટી પીરિયડ માટે દરરોજ 2જીબી ડેટા મળે છે. આ રીતે પ્લાનમાં કુલ 56 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે.
5જી ડેટાનો પણ ફાયદો
પ્લાનનું રિચાર્જ કરાવવા પર એક વર્ષ માટે Disney+ Hotstar નું મોબાઈલ સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં કંપની જિયોટીવી, જિયોસિનેમા અને જિયો ક્લાઉડનું એક્સેસ આપી રહી છે. આ સિવાય એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે. તે માટે તમારા વિસ્તારમાં 5જી સેવા ઉપલબ્ધ હોવી જરૂરી છે.