તમને ખબર છે કે ટેલિકોમ નિયામકે તાજેતરમાં જ પોતાના નવા નિયમ અનુસાર દર્શકોને પોતાની પસંદગીની ચેનલ સિલેક્ટ કરવા અને એટલી જ ચૂકવણી કરવાની આઝાદી આપી છે. તેમાં કોઇનું ડીટીએચ બિલ ઘટ્યું છે તો કોઇના માટે વધી ગયું છે. આ દરમિયાન તમારા માટે એક ખાસ ઓફર છે જ્યાં તમે પાંચ મહિના સુધી બિલકુલ મફતમાં ટીવી જોઇ શકો છો. જોકે ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર D2H (ડીશ ટીવીનો ભાગ બની ગયું છે)એ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ખાસ ઓફર કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહક પણ ડીટીએચનું સબ્સક્રિપ્શન પાંચ મહિના માટે મફત મેળવી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 માર્ચ સુધી બંધ થઇ જશે દેશભરના 1.13 લાખ ATM, જાણો તેનું પાછળનું કારણ


ઓફરમાં શું છે
કંપની દ્વારા આપવામાં આવેલી ઓફરનો ઉદ્દેશ્ય ગ્રાહકોને લાંબા સમયના પ્લાન માટે આકર્ષિત કરવાનો છે. આ પ્રયત્નમાં કંપનીની આ પહેલ છે. તેમાં તમે લાંબા સમયનો જેવો પ્લાન સિલેક્ટ કરશો, એવો જ લાભ મળશે. તેમાં એક એવો લાંબા સમયનો પ્લાન છે જેમાં જો તમે 55 મહિનાનો પ્લાન ખરીદો છો તો તમને પાંચ મહિના સુધી મફતમાં ડીટીએચ સબ્સક્રિપ્શનનો લાભ મળશે. મનીભાસ્કરના સમાચાર અનુસાર આમાં સૌથી નાનો પ્લાન છે. ત્રણ મહિનાવાળો જોકે તેમાં તમે ફક્ત દિવસ જ મફતમાં ટીવી જોઇ શકશો.


આ છે અલગ અલગ પ્લાન અને તેના ફાયદા


લાંબાગાળા વાળા પ્લાન આટલો સમય મફત જોઇ શકશો ટીવી
55 મહિના 5 મહિના
44 મહિના 4 મહિના
33 મહિના 3 મહિના
22 મહિના 2 મહિના
6 મહિના 15 દિવસ
3 મહિના 7 દિવસ

નવા નિયમ બાદ ઘણા ફેરફાર
ટ્રાઇના નવા નિયમ લાગૂ થયા બાદ ડીટીએચ અને કેબલ ટીવીની સિસ્ટમ અને બિઝનેસમાં પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ પ્રકારની ઓફર ટાટા સ્કાય સહિત અન્ય કંપનીઓ પણ કરી રહી છે. ટાટા સ્કાઇએ પણ લાંબાગાળાના ઘણા પ્લાન ઓફર કર્યા અને તેને સિલેક્શનની અવેજમાં ફ્રી ક્રેડિટની ઓફર પણ આપી. એવામાં આગામી લાંબા સમય માટે ડીટીએચ સબ્સક્રિપ્શન લો છો તો તમને આવા ફાયદા મળી શકે છે.