Free Health Insurance: આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તાજેતરમાં જ 70 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી લગભગ 4.5 કરોડ પરિવારોને વ્યાપક સ્વાસ્થ્ય કવરેજ આપવામાં આવશે. 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને પ્રતિ પરિવાર પાંચ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાનું કવરેજ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી અને અન્ય બેનિફિટ


આ લાભ લેવા માટે લાભાર્થીએ આયુષ્માન ભારત વરિષ્ઠ નાગરિક યોજના ની વેબસાઈટ પોર્ટલ અને આયુષ્યમાન એપના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ એપ્લિકેશન google play store પર android માટે ઉપલબ્ધ છે. આ ફ્રી સ્વાસ્થ્ય વિમાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે આધાર કાર્ડ, મોબાઈલ અને ઇમેલ આઇડીની જ જરૂર પડશે. ત્યાર પછી કોઈપણ વરિષ્ઠ નાગરિક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણની વેબસાઈટ અથવા તો આયુષ્યમાન એપના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઇન આવેદન કરી શકે છે. 


આ પણ વાંચો: Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો


કેવી રીતે વીમા માટે કરવું આવેદન ?


- સૌથી પહેલા વરિષ્ઠ નાગરિક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધીકરણ એટલે કે એનએચએની ઓફિસિયલ વેબસાઈટ પર જવું. 


- જ્યાં પોતાનો ફોન નંબર નોંધાવો અને ઓટીપીથી રજીસ્ટ્રેશન શરૂ કરવું.


- ત્યાર પછી 70 પ્લસ આયુ વર્ગના વરિષ્ઠ નાગરિકો માટેનું જે બેનર હોય તેના પર ક્લિક કરવું. 


આ પણ વાંચો: ગોળ-હળદર ખાવાથી શરીરની ગંદકી થશે સાફ, શરીરના સોજા અને દુખાવા પણ મટશે દવા વિના


- અહીં પોતાનું રાજ્ય, જીલ્લો અને આધાર કાર્ડ નો નંબર નોંધાવો. 


- કેવાયસી માટે આધાર otp નો ઉપયોગ કરો અને તાજેતરનો ફોટો અપલોડ કરો. 


- આટલી પ્રોસેસ પછી અપ્રુવલ આવે એટલે 15 મિનિટમાં આયુષ્માન વય વંદના કાર્ડ ડાઉનલોડ કરવું.


આ પણ વાંચો: Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા


મોબાઈલ એપ્લિકેશન વડે રજીસ્ટ્રેશનની પ્રોસેસ 


- સૌથી પહેલા મોબાઈલ પર આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો. 


- ત્યાર પછી કેપ્ચા અને મોબાઈલ નંબર નોંધાવી ઓટીપીથી એપ માં એન્ટર કરો.  


- જરૂરી જાણકારી એપ્લિકેશનમાં એડ કરો.


આ પણ વાંચો: રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા


- એપ્લિકેશનમાં તાજેતરનો ફોટો અપલોડ કરો.


- લાભાર્થી અને પરિવારના સભ્યોનું વિવરણ નોંધાવો અને કેવાયસીની પ્રક્રિયા પૂરી કરો.


- આ પ્રોસેસ કર્યા પછી તુરંત જ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય  જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)