નવી દિલ્હી : એરટેલ, વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓના પ્રાઈસવોરમાં થયેલા નુકસાન બાદ હવે તેમને પોતાની સ્ટ્રેટેજીમાં બદલાવ કરવો પડી રહ્યો છે. રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદથઈ કંપનીઓ સતત સસ્તા અને ફ્રી કોલ્સ આપીને નુકશાની વેઠી રહી છે. હવે કંપનીઓને પોતાની સ્ટ્રેટેજી બદલવી પડી રહી છે. કંપનીઓ જલ્દી જ ફ્રી ઈનકમિંગ સર્વિસ બંધ કરી શકે છે. કંપનીઓ તેના માટે મિનીમમ રિચાર્જ પ્લાન પણ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. મતલબ એ છે કે, લાંબા સમયથી મળી રહેલી ફ્રી ઈનકમિંગ સર્વિસ હવે બંધ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેલિડિટી પ્લાનમાં બદલાવ
ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર મુજબ, એરટેલ, વોડાફોન પોતાના એવરેજ પર રેવન્યુ (ARPU)ને વધારવા પર જોર આપી રહી છે. તો તેમનું ફોકસ એ ગ્રાહકો પર છે, જ્યાંથી તેમને પ્રોફિટ મળે છે. ટેલિકોમ કંપનીઓએ ઈનકમિંગ સર્વિસ માટે 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન લોન્ચ કર્યાં છે. હવે યુઝર્સને ઈનકમિંગ કોલ માટે પણ દર મહિના રિચાર્જ કરાવવાનું રહેશે. કંપનીઓએ આ માટે ત્રણ પ્રકારના પ્લાન બનાવ્યા છે. તેમાં 35 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાના પ્લાન છે. ત્રણેય પ્લાનની વેલિડિટી 28 દિવસ રહેશે. 29મા દિવસે આઉટગોઈંગ બંધ કરી દેવામાં આવશે. જોકે, ઈનકમિંગ સર્વિસ બંધ કરવા માટે કંપનીઓ ગ્રાહકને થોડો સમય આપશે. 


શું થશે બદલાવ
હકીકતમાં કંપનીઓએ એવા ગ્રાહકોનું લિસ્ટ તૈયાર કરી રહી છે, જે માત્ર ઈનકમિંગ પર પોતાનું કનેક્શન ચલાવી રહ્યા હતા. અથવા તો જરૂર પડવા પર થોડી રકમ ભરીને રિચાર્જ કરાવતા હતા. આવા યુઝર્સને કારણે કંપનીઓના ARPUમાં નુકશાન થઈ રહ્યું હતું. વોડાફોન ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ટેલિકોમ સેક્ટર હાલ પ્રાઈસવોરમાં ભેરવાયું છે. તેથી તેમણે આ પ્રકારનું પગલુ લીધું છે.



કયા યુઝર્સની સર્વિસ બંધ થશે
કંપનીઓ માત્ર એ યુઝર્સની ઈનકમિંગ સર્વિસ બંધ કરશે, જે નિયમિત રિચાર્જ નથી કરાવતા. હકીકતમાં, છેલ્લા કેટલાક સમયમાં એવું જોવા મળ્યું છે કે, કેટલાક ગ્રાહકો પોતાનું કનેક્શન માત્ર ઈનકમિંગ પર જ ચલાવી રહ્યાં છે. આવા ઈનકમિંગ કોલ ચાલુ રાખવા માટે હવે રિચાર્જ કરાવવું પડશે. સતત રિચાર્જ કરાવતા અથવા લાંબા વેલિડિટીવાળા પ્લાન સિલેક્ટ કરનારા યુઝર્સની કોઈ સર્વિસ બંધ નહિ થાય. 


કેટલાક દિવસમાં બંધ થશે ઈનકમિંગ
કંપનીઓના ટોપર હવે રિચાર્જ પર ગ્રાહકોને કેટલોક ટોકટાઈમ મળતો હતો. દર મહિને સમયમર્યાદા મળતી હતી. તે પુરુ થયા બાદ હવે કંપની ગ્રાહકની આઉટગોઈંગ સર્વિસ બંધ કરી શકે છે. પરંતુ ઈનકમિંગ સર્વિસ ચાલુ રહેતી હતી. હવે ઈનકમિંગ રાખવા માટે દર મહિને રિચાર્જ કરાવતા રહેવું પડશે. રિચાર્જની તારીખ 45ના દિવસ સુધી ઈનકમિંગ સર્વિસ બંધ નહિ થાય. તેના બાદ રિચાર્જ ન કરાવવા પર સર્વિસ બંધ કરી દેવાશે. 


શું છે મિનિમમ પ્રીપેડ પ્લાન
એરટેલ, વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો માટે ઓછી રકમનો જે પ્લાન છે, તે 35 રૂપિયાનો છે. 35 રૂપિયાના રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને 26 રૂપિયાનું બેલેન્સ મળે છે. તો 28 દિવસની તેની વેલિડીટી છે. વેલિડિટી પૂરી થયા બાદ બેલેન્સ હોવા છતાં પણ આઉટગોઈંગ બંધ થઈ જશે. જોકે, બીજીવાર રિચાર્જ કરાવવા પર જૂનુ બેલેન્સ ફરીથી જોડાઈ જશે. 


શું થશે નુકશાન
વોડાફોનના એક વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, કંપનીઓને તેનાથી થોડા સમય માટે નુકશાન થવાની શક્યતા છે. કેમ કે, ઘણા પ્રીપેડ ગ્રાહકો એવા છે, જે માત્ર ઈનકમિંગ કનેક્શન પર છે. આવામાં કંપનીઓ આ ગ્રાહકોની સર્વિસ બંદ કરીને તેમને પોતાના લિસ્ટમાંથી હટાવવાના રહેશે. કનેક્શન બંધ કરવાની સ્થિતિમાં ગ્રાહકો ઓછા થઈ શકે છે. તો એરટેલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોપાલ વિટ્ટલનું કહેવું છે કે, આશા છે કે આ નિર્ણયથી કંપનીના ARPUમાં સુધારો જોવા મળશે.