નવી દિલ્હી: ફ્રેસ્કો, નોર્વેયન ઇલેક્ટ્રિક સ્ટાર્ટઅપ કંપનીએ XL નામની ઇલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. જે એકવાર ચાર્જ પર 1,000 કિમી સુધીની રેન્જ કાપે છે. આ કારમાં 8 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રેસ્કો મોટર્સે અગાઉ રેવરી નામની કોન્સેપ્ટ કાર પણ તૈયાર કરી હતી અને હવે કંપનીએ તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન પણ તૈયાર કર્યું છે. આ ઈલેક્ટ્રિક કારનું નામ ફ્રેસ્કો એક્સએલ છે જે દેખાવમાં સ્ટાન્ડર્ડ કાર જેવી લાગે છે પરંતુ તે MPVની જેમ કામ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી છે સિટિંગ કેપેસિટી
કારની કેબિનમાં પુષ્કળ જગ્યા ઉપલબ્ધ હોવાના કારણે કારનું નામ XL રાખ્યું છે. જો કે કંપની દ્વારા શેર કરવામાં આવેલ ઈલેક્ટ્રિક કારના ફોટોમાં કારની કેબિન દેખાતી નથી. એવી પણ માહિતી આપવામાં આવી છે કે કારની સીટો એવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે કે તે બેડ બની જાય અને મુસાફરો તેની અંદર સૂઈ શકે. જો કંપનીનું માનીએ તો ફ્રેસ્કો XLમાં 4 ઇલેક્ટ્રિક મોટર્સ, 2-વે ચાર્જિંગ પોઈન્ટ્સ અને પાવરફુલ બેટરી પેક છે જે 1,000 કિમી સુધીની રેન્જ આપે છે.


માત્ર 2 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ
ફ્રેસ્કોએ હજુ સુધી આ કાર વિશે વધુ માહિતી આપી નથી, જોકે કંપનીએ તેની કિંમતો જાહેર કરી દીધી છે અને ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે, તેની કિંમત 1,00,000 યુરો છે. જે ભારતીય ચલણમાં લગભગ 86 લાખ રૂપિયા છે. સ્ટાર્ટઅપની શરૂઆત 2017માં કરવામાં આવી હતી અને કંપની દ્વારા પ્રદર્શિત કોન્સેપ્ટ કાર રેવેરીનું ઉત્પાદન ક્યારેય શરૂ કર્યું ન હતું જે 201 માં પ્રદર્શિત કરવામાં આવી હતી. 


દાવો કરવામાં આવ્યો છે કે આ ઇલેક્ટ્રિક કારની ટોપ સ્પીડ 300 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube