ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
Fridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
Fridge Blast: આજે દેશના દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી ફૂડ આઈટમ્સ ફ્રેશ રહે તે માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ફ્રિજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે. ફ્રિજને ખૂબ જ સાચવીને વાપરવું જરૂરી હોય છે. એટલે આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના કારણે તેમાં જીવલેણ ધડાકા થઈ શકે છે.
- ફ્રિજને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વીજળી ફ્લ્કચ્યુએટ થાય છે. આવું થાય તો ફ્રિજના કંપ્રેશર પર દબાણ વધે છે અને તેમાં ધડાકા થઈ શકે છે.
- અનેકવાર એવું થાય છે તે તમે ફ્રિઝરમાં બરફ જામવા દો છો અને તે સતત જામતો જ જાય છે. એવામાં તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે ફ્રિઝરને તમે થોડા થોડા સમયે ખોલવું જોઈએ. તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે.
- ફ્રિજમાં જો કોઈ ખરાબી સર્જાય છે, ખાસ કરીને કંપ્રેશર વાળા ભાગમાં તો તમારે એને કંપનીને સર્વિસ સેન્ટર પર જ લઈ જવું જોઈએ, કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટ્સની ગેરંટી આપવામાં આવે છે. લોકલ ભાગોનો ઉપયોગ કરવામાં આવે તો કંપ્રેશરમાં ધડાકો થઈ શકે છે.
- જો તમે લાંબા સમયથી ફ્રિજમાં કાંઈ સામાન ન થી રાખી રહ્યા પરંતુ એ સતત ચાલી રહ્યું છે તો, તેને ખોલતા સમયે કે તેમાં કોઈ સામાન રાખતા પહેલા તેને પાવર ઓફ કરી દેવું જોઈએ અને ત્યારે તેને ઓન કરવું જોઈએ. જેથી ધડાકો ન થાય.
- ફ્રિજ વાપરતા સમયે ક્યારેય તેનું તાપમાન સૌથી ઓછું ન રાખવું જોઈએ. કારણ કે તેનાથી કંપ્રેશર પર વધુ દબાણ પડે છે અને તે ગરમ થઈ જતા ફાટવાની સંભાવના વઘે છે.