નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે ભારતમાં સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડથી લઈને ઓપ્પો F17 સિરીઝ, રેડમી 9એ અને રિયલમી 7 સિરીઝ જેવા સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ બધા અલગ-અલગ સેગમેન્ટ અને ખાસિયત વાળા ફોન છે. આ રીતે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પણ આપણને ઘણા નવા શાનદાર સ્માર્ટફોન લોન્ચ થતા જોવા મળશે. તેમાં સેમસંગનો 7,000mAh બેટરી વાળા સ્માર્ટફોનથી લઈને મોટોરોલાનો નવો ફોલ્ડેબલ ફોન સામેલ છે. આવો જાણીએ ક્યાં દિવસે આવી રહ્યો છે ક્યો સ્માર્ટફોન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

poco-m2
આ કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોઈ શકે છે, જેને 8 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ કંપનીના પોકો એમ2 પ્રો સ્માર્ટફોનનું નાનું વર્ઝન હશે. ફોનમાં 6 જીબી રેમ આપવામાં આવશે. સાથે ફુલ HD+ડિસ્પ્લે અને વોટરડ્રોપ નોચ મળી શકે છે. 


samsung-galaxy-m51
સેમસંગનો આ દમરા સ્માર્ટફોન 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે. ફોનનું સૌથી મોટું ફીચર તેની 7,000mAh  બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. આ સિવાય ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ સુપર Amoled ડિસ્પ્લે છે, જે પંચ હોલ ડિઝાઇનની સાથે આવશે. ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા અને ક્વાલકોમ સ્નેપડ્રૈગન  730G પ્રોસેસર મળવાની આશા છે. 


Facebookએ ભારતમાં શોર્ટ વીડિયો મેકિંગ ટેબ ઇન્સ્ટાગ્રામ રીલ લોન્ચ કરી


poco-x3
આ સ્માર્ટફોન પોકો M2ના એક દિવસ પહેલા, એટલે કે 7 સપ્ટેમ્બરે લોન્ચ થશે. પરંતુ તેને ભારતમાં નહીં ગ્લોબલ માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યો છે. આ કંપનીના પોકો X2 સ્માર્ટફોનનું સક્સેસર મોડલ હશે. ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા, સ્નેપડ્રૈગન 732G પ્રોસેસર, 120Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે અને 33વોટ ફાસ્ટ ચાર્જિંગ મળી શકે છે. 


Moto Razr 5G
મોટોરોલાનો નવો ફોલ્ડેબલ ફોન હશે, જેને 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ કંપનીના જૂના ફોલ્ડેબલ ફ્લિપ ફોન Moto Razrનું 5જી વર્ઝન છે. સ્માર્ટફોનની ડિઝાઇન પહેલા જેવી રહેશે, પરંતુ તેની ચિપસેટમાં ફેરફાર થશે. હવે ફોનમાં સ્પેનડ્રૈગન 765 પ્રોસેસર મળશે, જે 5જી સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ અને 48MPનો કેમેરો મળી શકે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube