Cheapest Cars: ઈલેક્ટ્રિક કારની ડિમાન્ડ ઈન્ડિયન માર્કેટમાં ઘણી ઝડપથી વધી રહી છે. ઈવી ચલાવવામાં સ્મૂથ હોય છે તો સાથે જ તેનાથી પોલ્યુશન પણ થતું નથી. જો તમારું બજેટ 15 લાખની અંદર છે અને તમે પરિવારમાં નવું ઈવી ખરીદવા માગો છો તો આ સમાચારને વાંચી લો. જ્યાં અમે તમને જણાવીશું કે  તે કારમાં કઈ રેન્જમાં સારી કાર મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Tiago EV
Tata Tiago EVમાં બે બેટરી પેકનો ઓપ્શન મળે છે. તેમાં એક નાનું 19.2 કિલોવોટ બેટરી પેક અને એક મોટું 24 કિલોવોટ બેટરી પેક છે. તેની સાથે જ તેમાં એક ફાસ્ટ ચાર્જિંગ પણ મળે છે. જેમાં બંને બેટરી પેકને 50 કિલોવોટ ફાસ્ટ ચાર્જરની સાથે ચાર્જ કરી શકાય છે. તેને 57 મિનિટમાં 10થી 80 ટકા ચાર્જ કરી સકાય છે. તેની કિંમત ભારતીય બજારમાં 8.49 લાખ, એક્સ શો રૂમ છે. તેની સાથે જ ટોપ સ્પેક- XZ+ Tech Lux વેરિયન્ટ માટે 11.79 લાખ રૂપિયા છે.


આ પણ વાંચો:  CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
આ પણ વાંચો:  આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો:  ChatGPT ની મદદથી લાખોપતિ બન્યો વ્યક્તિ, 24 કલાકમાં ઉભી કરી દીધી કંપની


Citroen eC3
Citroen eC3 હાલમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર છે. તેમાં 29.2 કિલોવોટ બેટરી પેક અને 3.3 કિલોવોટ ઓનબોર્ડ એસી ચાર્જરનો ઉપયોગ કરી શકાય છે. તેમાં એક ફ્રન્ટ માઉન્ટેડ ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે 56 બીએચપીની મેક્સિમમ પાવર અને 143 એનએમનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. સિંગલ ચાર્જ પર તે ઈલેક્ટ્રિક કાર 320 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. કિંમતની વાત કરીએ તો આ ગાડીની શરૂઆતની કિંમત 11.50 લાખ રૂપિયા એક્સ શોરૂમની આસપાસ છે.


Tata Tigor EV
બજારમાં પહેલાથી રહેલી ટાટા ટિગોર ઈવીમાં 19.2 કિલોવોટ બેટરી પેક અને 26 કિલોવોટ બેટરી પેક વિકલ્પ આપવામાં આવ્યો છે. જે એકવખત ચાર્જ કરવા પર 250 કિલોમીટરની રેન્જ આપે છે. નવા મોડલમાં તમને 26 કિલોવોટની બેટરી પેક જોવા મળે છે. પરંતુ તેની રેન્જને વધારી દેવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે તેની સર્ટિફાઈડ રેન્જ વધીને 315 કિલોમીટર થઈ ગઈ છે. તેનું આઉટપુટ પહેલાની જેમ 74 બીએચપીનો પાવર અને 170 એનએમના ટોર્ક સાથે આવશે. આ ઈવીની શરૂઆતની કિંમત 12.49 લાખ રૂપિયા એક્સ શો રૂમની આસપાસ છે.


Tata Nexon EV Prime
નેક્સન પ્રાઈમ એક પાવરફૂલ અને હાઈ પરફોર્મન્સવાળા એન્જિનની સાથે આવે છે. જેમાં 129 પીએસની એવી મોટર આપવામાં આવી છે જે હાઈ પરફોર્મન્સવાળી 30.2 કિલોવોટ લિથિયમ-આયર્ન બેટરી દ્વારા સંચાલિત છે. રેન્જના મામલામાં નેકસન ઈવી પ્રાઈમ 312 કિલોમીટરની એઆરએઆઈ પ્રમાણિત રેન્જ આપે છે. સાથે જ તેની બેટરી અને મોટર પર 8 વર્ષ કે 1,60,000 કિલોમીટર જે પહેલાં હોયની વોરંટી આપવામાં આવે છે. Tata Nexon EV Primeના બેસ મોડલ XMની કિંમત 14,99 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે.


આ પણ વાંચો: VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
આ પણ વાંચો: શા માટે પરિણીત પુરુષો અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષાય છે? આવી ગયું બહાર સાચું કારણ
આ પણ વાંચો:  પુરૂષોની તો વાત છોડો, મહિલાઓ પોતે પણ જાણતી નથી પોતાના અમુક Private પાર્ટના નામ!!!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube