નવી દિલ્હીઃ સેમસંગે મલ્ટીટાસ્કિંગને દમદાક બનાવવા માટે ગેલેક્સી A32 ના 8GB સ્ટોરેજ વેરિએન્ટને લોન્ચ કરી દીધું છે. ફોનની ખાસ વાત છે કે આ રેમ પ્લસ ફીચરની સાથે આવે છે, જે જરૂર પડવા પર ફોનની રેમને વધારી દે છે. આ ખુબીને કારણે ફોનની રેમ 12GB સુધી વધી જશે, એટલે કે મલ્ટીટાસ્કિંગ હોય કે ગેવી ગેમ્સ બધા સ્મૂથલી રન થશે. આવો જોઈએ ફોનની કિંમત-ફીચર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેમ પ્લસની સાથે તમે તમારા સ્માર્ટફોનના ઇન્ટરનલ સ્ટોરેજને સારા પ્રદર્શન માટે વર્ચ્યુઅલ મેમરીના રૂપમાં ઉપયોગ કરી શકો છે. ઇન્ટેલિજેન્ટ મેમરી એક્સપેન્શન 4GB એડિશનલ વર્ચ્યુઅલ રેમ પ્રદાન કરે છે, જે ગેલેક્સી A32 ની  8GB મેમરીને 12GB સુધી વધારે છે. આ તમને એકવારમાં વધુ એપ ખોલવા અને એપ્સના લોન્ચ ટાઇમને ઓછો કરવા, મલ્ટીટાસ્કિંગને સારૂ બનાવવાની મંજૂરી આપે છે. 


આ પણ વાંચોઃ 'શોખ બડી ચીજ હૈ': બટાકા વેચનાર વ્યક્તિએ આટલા લાખમાં ખરીદ્યો BSNLનો VIP નંબર, આટલી રકમમાં તો.... 


આટલો દમદાર છે ફોનનો કેમેરો
ગેલેક્સી A32 64MP ક્વાડ રિયર કેમેરાની સાથે આવે છે, જે તમને હાઈ ક્લેરિટીમાં આકર્ષક સેલ્ફી માટે 20MP ફ્રંટ કેમેરાની સાથે ક્રિપ્સ અને સ્પષ્ટ તસવીરો લેવામાં મદદ કરે છે. ગેલેક્સી A32 સ્મૂથ સ્ક્રોલિંગ, બ્રાઉઝિંગ અને ગેમિંગ માટે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટની સાથે 6.4 ઇંચ એફએચડી પ્લસ સેમોલેડ (sAMOLED) ઇનફિનિટી-યૂ સ્ક્રીન છે. ડિસ્પ્લે તડકામાં સ્પષ્ટતા માટે 800 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ગેલેક્સી A32 પોતાના એડવાન્સ ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો જી80 પ્રોસેસરની સાથે શાનદાર પરર્ફોમંસ પ્રદાન કરે છે. તે  5000mAh ની બેટરી પેક કરે છે અને 15W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. 


ગેલેક્સી A32 8GB વેરિએન્ટની કિંમત
ગેલેક્સી A32 8GB+128GB ની કિંમત 23499 રૂપિયા છે અને તે રિટેલ સ્ટોર્સ, સેમસંગ ડોટ કોમ અને મુખ્ય ઓનલાઇન પોર્ટલ્સ પર ઉપલબ્ધ છે. ગેલેક્સી A32 8GB ત્રણ આકર્ષક કલરમાં ઉપલબ્ધ છે- ઓસમ બ્લેક, ઓસમ બ્લૂ અને ઓસમ વાયલેટ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube