Chinese Apps ban in India: ભારતે ચીન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતમાં 232 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીનની 138 બેટિંગ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય ચીનની 94 લોન આપતી એપ્સને પણ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયના સૂચન પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તાત્કાલિક ધોરણે 138 બેટિંગની ચાઈનીઝ એપ્સ અને 94 લોન આપતી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ અને બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ પગલું ભર્યું છે કે આ તમામ ચીની એપ્સ આઈટી એક્ટની કલમ 69નું ઉલ્લંઘન કરી રહી છે. આમાં એવી સામગ્રી છે જે ભારતની સંપ્રભુતા અને અખંડિતતા માટે ખતરો છે. ઘણા લોકોએ તેમને હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી હતી. આ ચાઈનીઝ એપ્સ સામે કાર્યવાહી કરવાનું આ પણ એક કારણ છે.


મળતી માહિતી મુજબ આ પ્રતિબંધિત એપ્સ પાછળ ચીન શાતિર દિમાગ હતું. આ એપ્સના ડાયરેક્ટર ભારતીયોને બનાવવામાં આવ્યા હતા. આ એપ્સ આર્થિક રીતે પરેશાન લોકોને દેવાની જાળમાં ફસાવતા હતા અને પછી લોનનું વ્યાજ 3,000 ટકા સુધી વધારી દેવામાં આવતું હતું.


ઉલ્લેખનીય છે કે ઈનપુટ્સના આધારે, ગૃહ મંત્રાલયે લગભગ 6 મહિના પહેલા લોન આપતી 28 ચીની એપ્સનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે સામે આવ્યું કે આવી 94 એપ્સ છે જે લોન આપે છે. આમાંથી કેટલીક એપ્સ ઈ-સ્ટોર્સ પર ઉપલબ્ધ હતી અને કેટલીક થર્ડ પાર્ટી લિંક્સ દ્વારા કામ કરતી હતી.